હું 23 વર્ષનો છું, મને એક પ્રાઇવેટ તકલીફ છે, મારી ભાવી પત્નીને કેવું લાગશે?

હું 23 વર્ષનો યુવાન છું. મારા લગ્ન એકવાર થયા હતા.
સમસ્યા : હું 23 વર્ષનો યુવાન છું. મારા લગ્ન એકવાર થયા હતા. પછી ત્રણ વર્ષ બાદ અમારા છૂટાછેડા થયેલ છે. હવે હું ફરીથી લગ્ન કરવા વિચારી રહ્યો છું. પરંતુ મને એક તકલીફ છે. મારા શિશ્વની આગળનો ભાગ ચામડીથી ઢંકાયેલો છે.

જેને હાથથી દુર કરવા પ્રયત્ન કરું છું પણ સફળતા મળતી નથી. એક તો મારો સ્વભાવ શરમાળ છે અને ઉપરથી આ પ્રશ્નને કારણે વધુ શરમ અનુભવું છું. ડોક્ટરની સલાહ લેવાનો વિચાર કર્યો. પણ ત્યાં જતાએ શરમ અનુભવું છું. પહેલીવાર હિંમત કરીને પત્ર લખી રહ્યો છું. તો આપના જવાબની રાહ મને ખૂબ જ રહેશે.

ઉકેલ. આપની સમસ્યાનો ઉકેલ એકદમ સરળ છે. આપ કોઇપણ નિષ્ણાત ડોક્ટર પાસે જાવ અને આપની તપાસ કરાવી લો. તેઓ આપને સુન્નતનું ઓપરેશન કરી આપશે. એટલે કે ઉપરની ચામડી કાપી આપશે. આ માત્ર દસ-પંદર મિનિટનું ઓપરેશન છે અને એક જ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે. લગ્નના એકાદ મહિના પહેલા આ ઓપરેશન જરૂર કરાવી લેશો. કારણ કે આ ઓપરેશન પછી એક મહિના સુધી ડોક્ટર તમને જાતિય સંબંધ રાખવાની છુટ નહી આપે. આ બહુ જ સામાન્ય ઓપરેશન છે. અને અમુક ધર્મો માં ધાર્મિક રિવાજ મુજબ નાનપણમાં જ આ ઓપરેશન કરવામાં આવે છે.

હસ્તમૈથુનની આદત છે…
સમસ્યા :
મારી ઉંમર 22 વર્ષની છે. મને હસ્તમૈથુન કરવાની આદત છે. હું દરરોજ હસ્તમૈથુન કરું છું. મને ડર લાગે છે. હસ્તમૈથુનથી મારા લગ્ન જીવન પર કોઇ અસર પડશે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

ઉકેલ : આપે ખૂબ જ સાચુ લખેલ છે કે આપને હસ્તમૈથુનની આદત છે. આ કોઇ બિમારી નથી. બિમારી હોય તો ઇલાજની જરૂર પડે છે. જે ક્રિયા ઇન્દ્રિય હસ્તમૈથુન વખતે હાથની મૂઠ્ઠીમાં કરે છે તે જ સંભોગ વખતે સ્ત્રીના યોનિમાર્ગમાં થાય છે. જો સંભોગ થી કોઇ જ નુકશાન ના થાય તો હસ્તમૈથુનથી કેવી રીતે થઇ શકે? કોઇ વ્યક્તિ દિવસમાં પાંચ કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દિવસમાં માત્ર એક કલાક જ બોલે છે.

તો શું દિવસમાં પાંચ કલાક બોલવાવાળી વય્ક્તિની જીભ અમુક વર્ષો પછી કમજોર પડી જશે? જેમ વધારે બોલવાથી જીભમાં કોઇ જ કમજોરી આવતી નથી તે જ રીતે દરરોજ હસ્તમૈથુન અથવા સંભોગ કરવાથી ઇન્દ્રિયમાં પણ કોઇ નબળાઇ આવતી નથી. હું તો ત્યાં સુધી કહીશ કે વપરાશથી વૃધ્ધિ થાય છે અને બિનવપરાશથી શિથિલતા આવે છે.

Related Posts