આજે સવારે તીડોનું વિશાળ ઝૂંડ ગુડગાંવ પહોંચ્યુ

દિલ્હી: ભારત (India)માં છેલ્લા ઘણા સમયથી તીડોનાં ઝૂંડ (Locust Attack)ની મુસીબત વધી ગઇ છે, આજે સવારે તીડોનું એક વિશાળ ઝૂંડ ગુડગાંવ (Gurgaon) પહોંચ્યુ હતુ. અને હવે તે બે દિશાઓથી દિલ્હી (Delhi) તરફ ફંટાઇ રહ્યુ છે. જો કે દિલ્હીમાં અધિકારીઓએ આ ઝૂંડ દિલ્હીમાં અથડાશે એવી શકયતાને નકારી કાઢી છે. શનિવારે સવારે ગુડગાંવના ડીએલએફ ફેઝ 1 ( DLF Phase 1) અને એમજી રોડ ( MG Road) પર 11 વાગ્યે તીડોનું વિશાળ ઝૂંડ જોવા મળ્યુ હતુ.

આજે સવારે તીડોનું વિશાળ ઝૂંડ ગુડગાંવ પહોંચ્યુ

શુક્રવારે ગુડગાંવ જિલ્લા વહીવટીતંત્રએ જીલ્લામાં તીડના આક્રમણ વિશે ચેતવણી આપી હતી. વહીવટીતંત્રએ ગુડગાંવના રહેવાસીઓને બારી-બારણા બંધ રાખવાની સલાહ આપી હતી, તેમજ તે લોકોની જોરજોરથી વાસણ નગારા અફાડીને અવાજ (noise) કરવાની સલાહ આપી હતી. કારણ કે તીડોનું ઝૂંડ અવાજ સહન કરી શકતુ નથી અને પોતાનો માગૅ બદલી નાંખે છે.

આજે સવારે તીડોનું વિશાળ ઝૂંડ ગુડગાંવ પહોંચ્યુ

આ સિવાય રાજસ્થાન (Rajasthan)ના ચોમૂનાં હસ્તેડા (Hasteda ,Chomu) ગામ પર તીડનાં ટોળાઓએ હુમલો કર્યો હતો.અહીંના ખેડૂતોએ દાવો કર્યો હતો કે પાકનો મોટા પાયે નાશ થયો છે.બુધવારે રાજસ્થાનના કૃષિ વિભાગના નાયબ નિયામક બી.આર. કડવાએ કહ્યું હતું કે, કેન્દ્રથી પાકિસ્તાન (Pakistan)થી રાજસ્થાનમાં પ્રવેશતા તીડ વલણને નિયંત્રણમાં લેવા હેલિકોપ્ટર (Helicopter)નો ઉપયોગ કરવાની યોજના છે.

આજે સવારે તીડોનું વિશાળ ઝૂંડ ગુડગાંવ પહોંચ્યુ

ગુડગાંવના કૃષિ, નાયબ નિયામક આત્મરામ ગોદારાએ જણાવ્યું હતું કે, ‘ઝજ્જરથી બે જૂથો શહેરમાં પ્રવેશ્યા હતા. એક રેલ્વે સ્ટેશન અને સેક્ટર 4-5થી દિલ્હી તરફ જઇ રહ્યું છે. અને બીજુ જૂથ ખેરકી ડૌલા ટોલ પ્લાઝાની દિશાથી દિલ્હી તરફ આગળ વધી રહ્યુ છે.પાકની બાબતમાં, ગુડગાંવ જીલ્લામાં હજી સુધી કોઈ નુકસાન થયું નથી કારણ કે તે રેવાડીમાં ઉપરથી ઉડતા હતા. આ ઝૂંડ હજી ખેતરમાં ઉતર્યા નથી.’

આજે સવારે તીડોનું વિશાળ ઝૂંડ ગુડગાંવ પહોંચ્યુ

કેન્દ્રની તીડ ચેતવણી સંસ્થાના નાયબ નિયામક, કે એલ ગુર્જરે (K L Gurjar) જણાવ્યું હતું કે હાલમાં ગુડગાંવ અને દિલ્હીના દક્ષિણ સરહદ વિસ્તારો પર એક તીડોનું મોટુ ઝૂંડ ઉડી રહ્યુ છે પરંતુ પવનની દિશા રાષ્ટ્રીય રાજધાનીમાં પરિવહન કરવા માટે અનુકૂળ ન હતી. તેમણે કહ્યું કે, તે ફરીદાબાદ (Faridabad) તરફ જશે અને પછી પલવાલ (Palval) થઈને ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માં પ્રવેશ કરશે.જેને પગલે ફરીદાબાદ વહીવટીતંત્રે તીડના હુમલા સામે ચેતવણી પણ જાહેર કરી હતી.

આજે સવારે તીડોનું વિશાળ ઝૂંડ ગુડગાંવ પહોંચ્યુ

ડેપ્યુટી કમિશનર યશપાલ યાદવે જણાવ્યું હતું કે, ‘તીડનું ટોળું ગુડગાંવ પહોંચ્યું છે. તે ફરીદાબાદ તરફ આવે તેવી સંભાવના છે. તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવાસીઓએ સાવધ રહેવું જોઈએ અને ખેડૂતોએ તેમના ખેતરોમાં પહોંચવું જોઈએ અને આ સામે લડવા તૈયાર રહેવુ જોઇએ.’

Related Posts