મુંબઈના ૮૦ લાખ નાગરિકો રસી વગર કોરોના સામેનો જંગ કેવી રીતે જીતી ગયા?

નીતિ આયોગ અને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર) દ્વારા જૂન મહિનાના પહેલા સપ્તાહમાં મુંબઈના ત્રણ વોર્ડમાં કરવામાં આવેલા સિરો સર્વેનાં પરિણામો ખૂબ ચોંકાવનારાં છે અને કોરોના વાયરસ બાબતમાં સરકારના દાવાઓની પોલ ખોલનારાં છે.

મુંબઈના ૮૦ લાખ નાગરિકો રસી વગર કોરોના સામેનો જંગ કેવી રીતે જીતી ગયા?

મુંબઈના સર્વેમાં જાણવા મળ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં રહેતાં ૫૭ ટકા અને એપાર્ટમેન્ટમાં રહેતાં ૧૬ ટકા નાગરિકોના શરીરમાં કોરોના વાયરસ પ્રવેશી ચૂક્યો છે અને કોઈ રસી કે દવા વગર તેઓ આપોઆપ સાજા પણ થઈ ગયા છે. એકંદરે મુંબઈના ૪૦ ટકા નાગરિકો કોરોના વાયરસના ચેપનો ભોગ બનીને તેમની જાણ બહાર સાજા થઈ ગયા છે.

મુંબઈની વસતિ બે કરોડની છે; તે જોતાં મુંબઈના આશરે ૮૦ લાખ નાગરિકો કોઈ પણ જાતની દવા કે રસી વગર કોરોના વાયરસ સામેનો જંગ જીતી ગયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સિરો સર્વે મુજબ દિલ્હીના ૪૬ લાખ નાગરિકો તેમની જાણ બહાર કોરોના વાયરસનો ભોગ બની ગયા છે અને દવા કે રસી વગર સાજા થઈ ગયા છે.

મુંબઈ અને દિલ્હીના સિરો સર્વેના હેવાલો બહુ ચોંકાવનારાં છે. તેનાથી સૌથી પહેલી વાત એ સાબિત થાય છે કે છેલ્લા ચાર મહિનામાં સરકાર દ્વારા કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે અજમાવાયેલા લોકડાઉન, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, વારંવાર હાથ સાફ કરવા, કોરોનાના દર્દીને આઇસોલેશનમાં ધકેલી દેવા, તેમના સંપર્કમાં આવેલાને ક્વોરન્ટાઇન કરવા, બિલ્ડિંગો સિલ કરવા, લોકોની અવરજવર પર નિયંત્રણો મૂકવાં, ધાર્મિક સ્થાનો બંધ કરાવવા, નાઇટ કર્ફ્યુ લાદવો, રેલવે સેવાઓ નિયંત્રિત કરવી વગેરે તમામ ઉપાયો સરિયામ નિષ્ફળ પુરવાર થયા છે.

આ તમામ નિયંત્રણો દ્વારા સરકાર કોરોના વાયરસના ચેપને મર્યાદિત રાખવા માગતી હતી. તેમાં સફળતા મળી નથી; પણ પ્રજામાં બેકારી, હતાશા, ભૂખમરો, માનસિક રોગો, તિરસ્કાર વગેરે વધી ગયા છે. મુંબઈ અને દિલ્હીના સિરો સર્વે પછી સરકારે આ તમામ નિયમો પાછા ખેંચી લેવા જોઈએ.

મુંબઈના ૮૦ લાખ નાગરિકો રસી વગર કોરોના સામેનો જંગ કેવી રીતે જીતી ગયા?

મુંબઈ અને દિલ્હીના સિરો સર્વેના હેવાલથી બીજી મહત્ત્વની વાત એ પુરવાર થાય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસનું જેટલું બિહામણું ચિત્ર મીડિયા મારફતે ઊભું કરવામાં આવ્યું હતું તેટલો બિહામણો અને ઘાતક કોરોના વાયરસ નથી. મુંબઈના આંકડાઓ કહે છે કે આ મહાનગરના આશરે ૪૦ ટકા કે ૮૦ લાખ નાગરિકોના શરીરમાં કોરોના વાયરસ આવીને ચાલ્યો ગયો છે.

તેમાંના મોટા ભાગના નાગરિકોને ખબર પણ નથી પડી કે તેમને ક્યારે કોરોના વાયરસનો ચેપ લાગ્યો અને તેઓ ક્યારે સાજા થઈ ગયા. મુંબઈ શહેરમાં જે ૮૦ લાખ નાગરિકોના શરીરમાં કોરોના વાયરસ દાખલ થયો હતો તેમાંના આશરે માત્ર પાંચ હજારના જ મોત થયાં છે. તેનો સાદો મતલબ થાય છે કે મુંબઈ શહેરમાં કોરોનાનો ફેટાલિટી રેટ (મરણનો દર) માત્ર ૦.૦૬૨ ટકા છે.

બીજા શબ્દોમાં જે ૧૦,૦૦૦ નાગરિકોના શરીરમાં કોરોના વાયરસ દાખલ થાય છે તેમાંના ૯,૯૯૪ નાગરિકો સાજા થઈ જાય છે અને માત્ર ૬ નાગરિકોનાં જ મરણ થાય છે. તેમાં પણ જે મરણ થાય છે તે માત્ર હોસ્પિટલમાં જ થાય છે. ઘરે સારવાર કરાવનારા કોઈ દર્દીનું મરણ થતું નથી. હોસ્પિટલોમાં દર્દીઓ પર દવાઓના અખતરા ચાલતા હોય છે તેને કારણે પણ આ મરણ થતાં હોવાનું મનાય છે.

કેટલાક દર્દીઓ વેન્ટિલેટરને કારણે મરી જાય છે તો કેટલાક ગભરાટથી મરી જાય છે.મુંબઈના સિરો સર્વેમાં ૮૦ લાખ નાગરિકો કોરોના વાયરસનો ચેપ લાગેલા હોવાનું બહાર આવ્યું છે, પણ ટેસ્ટિંગના આધારે તો હાલમાં આશરે એક લાખ નાગરિકોના શરીરમાં જ કોરોના વાયરસની હાજરી પુરવાર થઈ છે. ખરેખરા ટેસ્ટિંગના આંકડાઓ અને સિરો સર્વેના આંકડાઓ વચ્ચે ખાસ્સો તફાવત છે.

જો ખરેખરા ટેસ્ટિંગના આંકડાઓ સાચા માનીએ તો મુંબઈમાં જે એક લાખ નાગરિકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું તેમાંના આશરે પાંચ હજારનાં મરણ થયાં છે. આ હિસાબે મુંબઈનો ફેટાલિટી રેટ પાંચ ટકા થાય છે, પણ સિરો સર્વે મુજબ તે માત્ર ૦.૦૬૨ ટકા થાય છે. સરકાર અત્યારે ફેટાલિટી રેટ પાંચ ટકા બતાડીને ખોટો ગભરાટ પેદા કરી રહી છે.

નવી દિલ્હીની વાત કરીએ તો તેની વસતિ આશરે બે કરોડની છે. જો સિરો સર્વે મુજબ તેમાંના ૨૩ ટકાના શરીરમાં કોરોના વાયરસનો પ્રવેશ થયો હોય તો દિલ્હીના ૪૬ લાખ નાગરિકો કોરોનાનો ભોગ બનીને સાજા પણ થઈ ગયા છે. દિલ્હીમાં આશરે ચાર હજાર નાગરિકો કોવિડ-૧૯થી મર્યા હોવાનું કહેવાય છે.

આ હિસાબે દિલ્હીનો ફેટાલિટી રેટ માત્ર ૦. ૦૯ ટકા જેટલો જ છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે દિલ્હીના માત્ર ૧.૩૪ લાખ નાગરિકો જ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. જો મુંબઈના ૮૦ લાખ અને દિલ્હીના ૪૬ લાખ નાગરિકો કોરોના વાયરસનો ભોગ બનીને આપમેળે સાજા થઈ ગયા હોય તો સૌથી મોટો સવાલ ઉપસ્થિત થાય છે કે કોરોના વાયરસની રસીની કે દવાની આપણને કોઈ જરૂર છે ખરી? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ આજની તારીખમાં કોવિડ-૧૯ની કોઈ રસી બજારમાં આવી નથી. વળી તેની કોઈ દવા પણ નથી.

જે કેટલીક દવાઓ કોવિડ-૧૯ની સારવાર માટે વાપરવામાં આવે છે તે ટ્રાયલના રૂપમાં છે. તે દવાથી કોવિડ-૧૯નો ઇલાજ થઈ શકે તેવું સાબિત થયું નથી. જો મુંબઈના ૮૦ લાખ અને દિલ્હીના ૪૬ લાખ નાગરિકો કોઈ રસી કે દવા વગર સાજા થઈ ગયા હોય તો કોરોનાથી ડરવાની કોઈ જરૂર ખરી?

કોરોના વાયરસનો ડર બતાડનારાઓ કહે છે કે જ્યારે બજારમાં તેની રસી આવશે ત્યારે આપણને તેની સામે સંરક્ષણ મળશે. કોઈ પણ રસીમાં મનુષ્યના શરીરમાં જીવંત વાયરસ દાખલ કરવામાં આવતા હોય છે. શરીરમાં વાયરસ દાખલ થતાં શરીર તેની સામે લડવા માટેની એન્ટીબોડી પેદા કરે છે, જે વાયરસને મારી હટાવે છે.

આ પ્રક્રિયાને ઇમ્યુનિટી કહેવામાં આવે છે. મુંબઈ અને દિલ્હીનાં પરિણામો દર્શાવે છે કે રસી દ્વારા નાગરિકોના શરીરમાં વાયરસ દાખલ કરવામાં આવે તે પહેલાં કોરોના વાયરસ કુદરતી રીતે મનુષ્યોના શરીરમાં તેમની જાણ બહાર દાખલ થઈ ગયો છે અને તેમના શરીરમાં કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ પણ પેદા થઈ ગઈ છે.

ટૂંકમાં કહીએ તો જે કામ રસીએ કરવાનું હતું તે કુદરતે કર્યું છે અને સફળ પરિણામ પણ આવી ગયું છે. હવે માનવ જાતને કોવિડ-૧૯ સામે લડવાની કોઈ દવાની કે રસીની જરૂર જ રહેતી નથી.દિલ્હી અને મુંબઈ જેવાં શહેરોમાં જે સિરો સર્વે કરવામાં આવ્યો તે દેશનાં અન્ય શહેરોમાં કે ગામડાંઓમાં પણ કરવામાં આવશે તો પરિણામો પણ તેવાં જ આવશે.

દેશના આશરે ૨૫ ટકા નાગરિકોના શરીરમાં તેમની જાણ બહાર કોરોના વાયરસ પ્રવેશીને વિદાય પણ લઈ ચૂક્યો છે. આ નાગરિકોને તેની જાણ સુદ્ધાં થઈ નથી. તેના પરથી કહી શકાય કે કોરોના વાયરસ તદ્દન નિરૂપદ્રવી છે; તેનાથી ડરવાની જરાય જરૂર નથી. આવતા ત્રણ મહિનામાં કદાચ બાકીના નાગરિકોના શરીરમાં પણ કોરોના વાયરસ આવીને જતો રહેશે.

નિષ્ણાતો કહે છે કે જો ૬૦ ટકા લોકો વાયરસનો ભોગ બનીને સાજા થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ ગણાય. ભારતનાં અનેક શહેરોના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ હોવાના તમામ સંકેતો મળી રહ્યા છે. સરકારે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને તાત્કાલિક લોકડાઉન ઉઠાવી લેવું જોઈએ અને રસી પાછળ દોડવાનું બંધ કરવું જોઈએ.

(આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.)

Related Posts