બ્રિટનમાં બિલાડીને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો ? જાણો સમગ્ર મામલો

દિલ્હી : વિશ્વમાં કોરોના મહામારી (Corona epidemic) થી લોકો જંગ લડી રહ્યા છે એવામાં બ્રિટનમાં એક પાલતુ બિલાડી (Pet cat) ને કોરોના વાયરસ(Covid-19) નો ચેપ લાગ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. તે દેશનાં પશુઓનાં ડોક્ટર ક્રિસ્ટીન મિડિલમિસે (Christine Middlemise) બિલાડીને કોરોના ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરી છે. આ મામલો સામે આવતા 22 જુલાઈએ વાઈબ્રિજમાં એનિમલ એન્ડ પ્લાંટ હેલ્થ એજન્સી (APHA) પ્રયોગશાલામાં નિરિક્ષણ બાદ આની પુષ્ટિ કરવામાં આવી છે. યુકેના ચીફ વેટરનરી અધિકારી (Chief Veterinary Officer) ક્રિસ્ટીન મિડલમિસે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુર્લભ ઘટના છે, ચેપગ્રસ્ત પ્રાણીઓની (Infected animals) તારીખમાં માત્ર હળવા લક્ષણો સામે આવ્યા છે અને તે થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જશે. એવા કોઈ પુરાવા નથી કે જે સૂચવે છે કે પાલતુ પ્રાણી દ્વારા કોરોના વાયરસ સીધા માણસોમાં પ્રસરે છે અને તેમને સંક્રમિત કરે છે. અમે આ પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખીશું અને તેમના માલિકોને માર્ગદર્શન (Guide the owners) પણ પૂર્ણ પાડીશું.

બ્રિટનમાં બિલાડીને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો ? જાણો સમગ્ર મામલો

સ્વાસ્થ્ય સુરક્ષા (Health protection) માટેના જાહેર આરોગ્ય ઇંગ્લેંડના નિર્દેશક, યોવોન ડોયલે (Yvonne Doyle) લોકોને પ્રાણીઓ સાથેના સંપર્કમા આવ્યા પહેલાં અને પછીના નિયમિતપણે હાથ ધોવાની (Hand washing) સલાહ આપી હતી. જો કોઈ પાળતુ પ્રાણી બીમાર વ્યક્તિની સાથે સંપર્કમાં આવ્યો હોત, તો બની શકે છે તે તેનામાં પણ કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે. યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના અન્ય દેશોમાં પાળેલા પ્રાણીઓમાં ખૂબ ઓછી સંખ્યામાં કોરોના ચેપ થયા હોવાની પુષ્ટિ થયેલ છે.

બ્રિટનમાં બિલાડીને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો ? જાણો સમગ્ર મામલો

બ્રિટીશ વેટરનરી એસોસિએશનના પ્રમુખ ડેનિએલા દોસ સાન્તોસે જણાવ્યું હતું કે, કોવિડ -19 ધરાવતા અથવા લક્ષણોથી સ્વ-અલગ થનારા પાલતુ માલિકોને આપણી સલાહ છે કે તેઓ સાવચેતીના પગલા તરીકે તેમના પાળતુ પ્રાણી સાથેના સંપર્કને મર્યાદિત રાખે અને નિયમિત રીતે હેન્ડવોશિંગ કરે. અમે એ પણ ભલામણ કરીએ છીએ કે માલિકો કે જેમની કોરોના થયાની પુષ્ટિ (Confirmation of corona occurrence) થાય છે અથવા કોવિડ – 19 હોવાની શંકા છે તેઓએ તેમની બિલાડીને શક્ય હોય તો તે ઘરની અંદર રાખવી જોઈએ.

નિષ્ણાતો કહે છે કે યુકેમાં કોઈ પ્રાણીમાં ચેપ લાગવાનો આ પહેલો મામલો સામે આવ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ રોગ તેમના પાલતુ પશુ દ્વારા લોકોમાં ફેલાવવામાં આવી રહ્યો છે. બિલાડીમાં કોરોના વાયરસનો ચેપ તેના માલિકનાં સંપર્કમાં રહીને આવ્યો છે જે માટે તેની સાથે બિલાડી પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ (Corona’s report is positive) આવી હતી જો કે હવે બંને સ્વસ્થ થઈ ગયા છે. આરોગ્ય અધિકારીઓ ભાર મૂકતા જણાવ્યુ કે આ એક અપવાદમાં ગણી શકાય. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ 1 કરોડ 66 લાખ 52 હજાર 284 કેસો નોંધાયા છે જેમાંથી 6 લાખ 56 હજાર 673 લોકોનું કોરોના કારણે મોત નિપજ્યુ છે અને 1 કરોડ 02 લાખ 42 હજાર 468 લોકો રિકવર થઈ ચૂક્યા છે.

Related Posts