આ શહેરે ચોથી વાર એર-ઇન્ડિયાની ફલાઇટ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી (New Delhi): કેન્દ્રએ કોરોનાની ગાઇડલાઇનને મંગળવારે લઇને મોટી જાહેરાત કરી હતી, જે મુજબ દેશમાં 1 ઑક્ટોબરથી લાગુ પડેલી કોરોના ગાઇડલાઇન્સ 30 નવેમ્બર સુધી યથાવત રહેશે એવુ જણાવાયુ હતુ. બુધવારે બીજા એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રએ જાહેરાત કરી છે કે ભારતમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત રહેશે. અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation – DGCA) એ કહ્યું હતું કે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન 31 ઑક્ટોબરના રોજ સમાપ્ત થશે. પણ હવે આ પ્રતિબંધ વધુ એક મહિના સુધી લંબાવી દેવાયો છે.

આ શહેરે ચોથી વાર એર-ઇન્ડિયાની ફલાઇટ પર પ્રતિબંધ મૂક્યો

એવામાં હોંગકોંગે (Hong Kong) ચોથી વાર એર ઇન્ડિયાની ફલાઇટ પર પ્રતિબંધ મૂક્યો હોવાના સમાચાર આવ્યા છે. સોમવારે એર ઇન્ડિયા્ની (Air India) હોંગકોંગમાં ઉતરેલી ફલાઇટમાં ઓછામાં ઓછા દસ જેટલા મુસાફરો પોઝિટિવ આવ્યા હતા. ત્યારપછી હોંગકોંગે 10 નવેમ્બર સુધી એર ઇન્ડિયાની ફલાઇટને હોંગકોંગમાં ઉતરવા દેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અગાઉ, દિલ્હીથી હોંગકોંગની એર ઇન્ડિયા ફ્લાઇટ્સને 18-31 ઑગસ્ટ, 20 સપ્ટેમ્બર થી 3 ઑક્ટોબર, અને 17-30 ઑક્ટોબર દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવી હતી.

આ શહેરે ચોથી વાર એર-ઇન્ડિયાની ફલાઇટ પર પ્રતિબંધ મૂક્યો

હોંગકોંગ સરકારે જાહેર કરેલા નિયમો અનુસાર, મુસાફરો જો મુસાફરીના 72 કલાક પહેલા કઢાવેલો કોવિડ -19 નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ (covid-19 negative test report) લઇ જાય તો જ તેઓ હોંગકોંગ જઇ શકશે. તદુપરાંત, તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ હોંગકોંગ એરપોર્ટ પર ફ્લાઇટ-કોવિડ -19 પરીક્ષણ કરાવવું પડશે.

આ શહેરે ચોથી વાર એર-ઇન્ડિયાની ફલાઇટ પર પ્રતિબંધ મૂક્યો

આ સિવાય હોંગકોંગ સરકારે જાહેર કરેલા નિયમો અનુસાર ભારત ઉપરાંત બાંગ્લાદેશ (Bangladesh), ઇથોપિયા (Ethiopia), ફ્રાન્સ (France), ઈન્ડોનેશિયા (Indonesia), કઝાકિસ્તાન (Kazakhstan), નેપાળ (Nepal), પાકિસ્તાન (Pakistan), ફિલિપાઇન્સ (Philippines), રશિયા (Russia), દક્ષિણ આફ્રિકા (South Africa), યુકે (UK) અને યુ.એસ. (US) ના બધા મુસાફરો માટે ભારત ઉપરાંત પ્રિ-ફ્લાઇટ કોવિડ -19 નેગેટિવ સર્ટિફિકેટ (pre-flight covid-19 negative certificate) ફરજિયાત છે.

આ શહેરે ચોથી વાર એર-ઇન્ડિયાની ફલાઇટ પર પ્રતિબંધ મૂક્યો

આ દેશોની હોંગકોંગ જતી ફ્લાઇટનું સંચાલન કરતી દરેક એરલાઇને પ્રસ્થાન પહેલાં એક ફોર્મ સબમિટ કરવું પડશે, જેમાં જણાવાયું હશે કે ફલાઇટમાં બેઠેલા તમામ મુસાફરો પાસે કોવિડ -19 નેગેટિવ સર્ટિફિકેટ છે.

Related Posts