વડોદરા : વડોદરા ના કાળાઘોડા પાસે આવેલ સર સયાજીરાવ ગાર્ડન કમાટી બાગ વિશ્વભર મા જાણીતું છે. આ બાગ જોવા પર્યટકો મોટા પ્રમાણ આવે છે. સર સયાજી રાવ ની દેન સમાન કમાટીબાગ નો રવિવારે જન્મ દિવસ હોવા થી મોર્નીગ વોકરો એ કેક કાપી ને જન્મ દિવસ ની ઉજવણી કરી હતી અને કમાટી બાગ સાથે ના નાતા ની જૂની યાદો તાજી કરી હતી. અને બગીચા મા કચરો ન ફેંકવાની અપીલ કરી હતી. 1869 મા સર સયાજી રાવ મહારાજા એ 113 એકર જમીન મા કમાટી બાગ બનાવ્યું હતું.કમાટીબાગ મા કેટલાક અમૂલ્ય વૃક્ષો આવેલા છે મ્યુઝિયમ, પ્રાણી સગ્રહલાય, સહિત અનેક જોવાલાયક સ્થળો આવેલા છે.
વડોદરાની પ્રજા વિવિધ પશુ-પક્ષીઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે તે માટે મહારાજાએ પ્રાણી સંગ્રહાલય તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો અને વર્ષ 1875માં યોજનાનો પ્રારંભ કમાટીબાગ ખાતે શરૂ કરાયો હતો. મહારાજાના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ લગભગ 4 વર્ષમાં પ્રાણી સંગ્રહાલય તૈયાર થયું હતું અને 8 જાન્યુઆરી 1879ના રોજ પ્રાણી સંગ્રહાલય જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દર વર્ષ 8 જાન્યુઆરીના રોજ કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહરાજા સયાજીરાવ ગાયવાડ ત્રીજા દ્વારા આ દિવસે વર્ષ 1875માં સર સયાજીરાવ પ્રાણી સંગ્રાહલયની સ્થાપના કરી હતી. જ્યારે વર્ષ 1879 આજના દિવસે સર સયાજીરાવ પ્રાણી સંગ્રાહલય પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાયુ હતુ.