National

મેરઠમાં કપલનો હાઇવોલ્ટેજ ડ્રામા: પત્નીએ રસ્તાની વચ્ચોવચ્ચ પતિને માર્યો, વીડિયો વાયરલ થયો

ઉત્તર પ્રદેશના મેરઠમાં રસ્તાની વચ્ચોવચ્ચ પતિ-પત્નીના ઝઘડો થયો હતો. કાર રોકાવી પત્નીએ પતિને મુક્કા અને લાતો મારી હતી. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલાં આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ બનાવ મેરઠ ડેવલપમેન્ટ ઓથોરિટી (MDA)ઓફિસ અને મહિલા પોલીસ સ્ટેશન વચ્ચેના રસ્તા પર બન્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર દિનેશ નામનો એક યુવાન તેની વેગનઆર કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન કૌટુંબિક વિવાદને કારણે તેની પત્ની અચાનક જ કારની સામે આવી હૂડ (બોનેટ) પર ચઢી ગઈ હતી. જોકે કાર ચાલુ હોવા છતાં મહિલા બોનેટ પકડીને બેઠી રહી હતી. જેને જોઈને આસપાસના લોકો ચોંકી ગયા હતા.

રસ્તા પર ઝઘડો વધતાં ભીડ એકઠી થઈ હતી
થોડું દૂર કાર રોક્યા બાદ મહિલા કાર પરથી નીચે ઉતરી અને તેના પતિનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાના પતિનો કોલર પકડીને તેને રસ્તા પર જ ધક્કા અને લાફાઓ મારવાના શરૂ કરી દીધા હતા. બંને વચ્ચેનો આ ઉગ્ર ઝઘડો જોઈને રસ્તો બ્લોક થઈ ગયો અને લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

જોકે ઘટના સ્થળે કેટલાક લોકો દંપતીને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. થોડા સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયો અને વાયરલ થઈ ગયો હતો.

https://www.instagram.com/reel/DOs6OaFkh-G/?igsh=MXZxZHE0dm1zZ3RvdA==

પોલીસની એન્ટ્રી
આ હંગામો મહિલા પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનની સામે જ બન્યો હતો. જ્યાં વરિષ્ઠ અધિકારીઓ વારંવાર આવતા રહે છે. તેમ છતાં મહિલા કોઈ પણ ડર વિના પોતાના પતિને ખેંચતી અને મારતી રહી. બાદમાં એક મહિલા પોલીસ અધિકારી અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે દંપતીને શાંતિથી સમજાવ્યા બાદ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

પોલીસનું નિવેદન
પોલીસના જણાવ્યા અનુસાર દંપતી વચ્ચેનો ઝઘડો સંપૂર્ણપણે અંગત (ડોમેસ્ટિક) મામલા પરથી ઉપજ્યો હતો. હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે અને સ્થિતિ સામાન્ય કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

મેરઠની આ ઘટના દર્શાવે છે કે વ્યક્તિગત મતભેદો ક્યારેક જાહેર જગ્યાએ પણ મોટો હોબાળો સર્જી શકે છે. ભર દિવસે વ્યસ્ત રસ્તા પર બનેલા આ નાટકે માત્ર ટ્રાફિક અવરોધ કર્યો નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.

Most Popular

To Top