Gujarat

રાજ્ય આરોગ્ય કટોકટી તરફ આગળ વધી રહ્યું છે: ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હેલ્થ ઈમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે, તેવા નિરીક્ષણ સાથે ગુજરાત હાઈકોર્ચના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ડિવીઝન બેન્ચે આજે રવિવારે સુઓ મોટો રીટ દાખલ કરીને તેમાં ગુજરાતમાં કોરોનાના વધતાં જતાં કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

ડિવિઝન બેન્ચે સ્યુઓ મોટો રીટ દાખલ કરીને રાજ્યના ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કેન્દ્ર સરકારના ગૃહ સચિવ, કેન્દ્રના આરોગ્ય સચિવ સામે કારણદર્શન નોટિસ કાઢીને આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે વધુ સુનાવણી રાખી છે. વીડિયો કોન્ફસન્સ દ્વારા યોજાનાર સુનાવણીમાં સરકારના અન્ય સચિવો પણ જોડાઈ શકશે.

ડિવિઝન બેન્ચે મીડિયા રિપોર્ટસને ટાંકીને આદેશમાં જણાવ્યું છે કે કોરોનાની સ્થિતિ ભયાવહ હોય તે રીતે મીડિયા રિપોર્ટસ આવી રહ્યા છે. રાજ્યમાં કમનસીબે ટેસ્ટીંગ, ઓક્સિજન સાથેના બેડ, આઈસીયુ, ઓક્સિજન સપ્લાયની અછત અને રેમડેસિવિર ઈન્જેકશન પણ ઉપલબ્ધ નહી હોવા અંગે સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે.

જો એકલ દોકલ સમાચારો હોય તો હાઈકોર્ટ દરમ્યાનગીરી ના કરતે, પરંતુ અગ્રણી અખબારોમાં આવી રહેલા સમાચારો ઉપેક્ષા કરી શકાય તેવા નથી. આ સમાચારો જોતા એવું લાગે છે કે ગુજરાત હેલ્થ ઈમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે સ્યુઓ મોટો રીટ દાખલ કરીને આવતીકાલે સવારે 11 વાગ્યે વધુ સુનાવણી રાખવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાત હાઇકોર્ટે નીરીક્ષણ કર્યુ હતું કે ગુજરાતમાં કોરોનાવયારસના રોગચાળા અંગે સ્થિતિ ગંભીર છે અને ત્રણ ચાર દિવસનું લોકડાઉન લાગુ પાડવા અંગે સરકારે વિચારણા કરવી જોઇએ. આના પછી રાજય સરકારે કહયુ઼ હતું કે કાનૂની અભિપ્રાય લીધા બાદ તે આ બાબતમાં આગળ વધશે.

આના પછી રાજ્ય સરકારે રાજ્યમાં લૉકડાઉન તો જાહેર કર્યુ નહીં પરંતુ જે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફયુ હતો તે ઉપરાંત અન્ય ૧૬ નાના શહેરોમાં પણ રાત્રી કરફયુ જાહેર કર્યો હતો અને કફયુનો સમય વધારીને રાતના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કર્યો હતો. હવે ગુજરાત હાઇકોટૈ આવું ગંભીર નીરીક્ષણ કર્યુ છે ત્યારે રાજ્યમાં લોકડાઉન આવશે કે કેમ? એવી અટકળો થવા માંડી છે.

Most Popular

To Top