નિસ્બત હોવી સારી બાબત છે, પણ નિસ્બતની વાત કરીએ અને આપણો હાથ ખિસ્સામાં નહીં જાય તો નિસ્બતનો કોઈ ફાયદો નથી

આપણે ત્યાં નિસ્બત ધરાવતાં લોકોની સંખ્યા નાની નથી, પણ આપણે તેવું માની લીધું છે કે નિસ્બત માત્ર શબ્દો દ્વારા જ વ્યકત થઈ શકે છે. નિસ્બત વ્યકત કરવાનું શબ્દ(word) એક સાધન છે, પણ માત્ર આપણા શબ્દ દ્વારા જેઓ મુશ્કેલીમાં છે તેમની મુશ્કેલી(Trouble) દૂર થતી નથી. આવી શબ્દો દ્વારા અનેક વખત મારી નિસ્બત વ્યકત કરી હતી. થોડાં વર્ષો પહેલાં જયારે હું એક વિચિત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો,ત્યારે મારી પાસે કહેવા માટે તો ગુજરાતના એક મોટા અખબારની નોકરી હતી, પણ અમે કેટલાક પ્રશ્ને હાઈકોર્ટમાં ગયા હોવાને કારણે મારો અને મારા સાથીઓનો પગાર ઘણા મહિનાથી બંધ હતો. અમારા પ્રશ્નથી પત્રકારત્વ સાથે સંકળાયેલા અને બિનપત્રકાર મિત્રો વાકેફ હતા. મારા મિત્રોને અમારા પ્રશ્નની નિસ્બત હતી.તેઓ સતત તેમના શબ્દો દ્વારા નિસ્બત વ્યકત કરી રહ્યા હતા.

Know the reward you get for helping other | Help others | Genesisdx

મિત્રો(Friends) મને પૂછતાં કોઈ જરૂર હોય તો કહેજો. મને અને મારા સાથીઓને જરૂર હતી, કારણ હાઈકોર્ટમાં થયેલો ખર્ચ અને થોડી ઘણી બચત હતી તે પણ વપરાઈ ગઈ હતી. મારા સહિત મારા સાથીઓને કોઈ મદદ જોઈતી હોય તો મદદ કરવા તૈયાર હતા, પણ અમારી પાસે પૈસા નથી,તેવું કહેવાની હિંમત અમારી કોઈની અંદર ન્હોતી. પગાર વગર મહિનાઓ પસાર થઈ રહ્યા હતા અને દિવસે દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી હતી. આ વખતે મારા પત્રકારત્વને કારણે સંપર્કમાં આવેલા પોલીસ(Police) અધિકારી શંકર ચૌધરી જે મને અમારી ખરેખર નિસ્બત હતી, તેમણે એક દિવસ વાત કરતાં કરતાં મારા ખિસ્સામાં દસ હજાર રૂપિયા મૂકી દીધા.અચાનક તેમણે મારા ખિસ્સામાં પૈસા મૂકતાં હું સ્તબ્ધ થઈ ગયો.

How to Help Others: 13 Steps (with Pictures) - wikiHow

મેં સંકોચ સાથે ખિસ્સામાંથી પૈસા કાઢયા અને તેમને પરત આપતાં કહ્યું, અરે, મારે પૈસાની કોઈ જરૂર નથી, મારી પાસે છે. તેમણે મિત્રતામાં મને ઠપકો આપતાં ક્હયું, ડહાપણ કરશો નહીં. મને તમારી સ્થિતિ ખબર છે. આ મદદ નથી,ઉધાર છે, આવી જ રીતે વર્ષો પહેલાં ભાજપના નેતા પુંજાભાઈ ગમારાએ પણ મદદ કરી હતી. આ બંન્ને ઘટનાએ મને શીખવાડયું કે આપણને જેની નિસ્તબ છે, તેને પૂછયા વગર આપણી હેસિયત વગર મદદ કરી દેવી અને મદદ કરી ભૂલી જવી, જેથી કરી મદદ લેનાર અને આપણને તેનો ભાર લાગે નહીં. કોરોના કાળ માણસાઈ(Humanity)નો પરીક્ષાકાળ રહ્યો. આપણા ઓળખીતા અને અજાણ્યા લોકોને આપણી જરૂર હતી, આપણને તેમની નિસ્બત પણ હતી, પણ મોટા ભાગના કિસ્સામાં આપણે મારા લાયક કંઈ કામ હોય તો કહેજો તેમ કહી આપણી નિસ્બત પૂરી કરી.ફેસબુક અને વોટસએપના યુગમાં તો આપણે સોશીયલ મિડીયા ઉપર લાંબી લાંબી નિસ્બતો જોઈ છે, પણ તે પૈકી બહુ ઓછા લોકોએ ખિસ્સામાં હાથ નાખી અથવા પોતાનો સમય અને આવડત ખર્ચી ખરા અર્થમાં નિસ્બત વ્યકત કરી હતી.અમદાવાદના એક પત્રકાર ધવલ પટેલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો,તેની સાથે પત્રકારોએ સોશીયલ મિડીયા ઉપર નિસ્બત વ્યકત કરવાની શરૂઆત કરી, પણ ધવલને ખરા અર્થમાં મદદ મળે તેવી નિસ્બત વ્યકત કરનાર પત્રકાર આંગળીના વેઢે જ મળ્યા, પણ ધવલનો મામલો કોર્ટમાં જવાનો હતો.ગુજરાત હાઈકોર્ટ સુધી જવાનું હતું, પણ લોકોની નિસ્બતની ચિંતા કરતા ગુજરાત(Gujarat) હાઈકોર્ટ(High Court)ના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે સામેથી ફોન કરી કહ્યું, હું ધવલનો કેસ લડીશ અને હાલમાં તેઓ ફી લીધા વગર કેસ લડી રહ્યા છે.

CRIF's Basic Guide To Usage Of Lending Policy Rules

બિહારના નાલંદના જિલ્લામાં એક બાળ ગુનેગારને કોર્ટમાં રજૂ કરનાર પીએસઆઈએ કોર્ટને બાળ ગુનેગારના ઘરની સ્થિતિ કહ્યા બાદ જજે કાયદા અનુસાર બાળ ગુનેગાર સામે કાર્યવાહી તો કરી, પણ તેના પરિવારને વ્યકિતગત રીતે દસ હજારની મદદ કરી હતી.નિસ્બત વ્યકત કરવાની આ જ ખરી રીત છે.માત્ર શબ્દોથી કોઈનું પેટ ભરાતું નથી, માત્ર શબ્દથી કોઈ બાળકની ફી ભરાતી નથી, માત્ર શબ્દથી કોઈ ગરીબની સારવાર થતી નથી, જયારે નિસ્બત વ્યકત કરીએ ત્યારે કોઈ બીજો મદદ કરવા આગળ આવશે તેવી અપેક્ષા રાખ્યા વગર આપણી હેસિયત પ્રમાણે આપણે પણ મદદ કરવી જોઈએ.ખાલી સોશીયલ મિડીયા ઉપર શ્રમિકોની ચિંતા કરવાથી તેમની સમસ્યા હળવી થતી નથી,ટ્રેનમાં જઈ રહેલાં શ્રમિકોની સ્થિતિ જઈ જોઈ મહેસાણાના રેલવે અધિકારી બળવંતસિંહ રાઠોડ અને અમદાવાદના અધિકારી વિજય બારોટે પોતાના પૈસે શ્રમિકોના ભોજન પાણીની વ્યવસ્થા કરી તેને નિસ્બત વ્યકત કરી ખરા અર્થમાં કહેવાય.-પ્રશાંત દયાળ

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts