પત્ની આત્મનિર્ભર થઈ તે પતિને ન ગમ્યુ: બ્યૂટી પાર્લરમાં આવી પત્ની પર એસિડ ફેંક્યું

સુરતઃ શહેરના પરવત ગામ વિસ્તારમાં બ્યૂટી પાર્લર (Beauty parlor) શરૂ કરનાર મહિલા ઉપર ગઈકાલે બપોરે તેના પતિએ આવીને એસિડ એટેકનો (Acid attack) પ્રયાસ કર્યો હતો. મહિલા ખસી જતા સદનસીબે બચી ગઈ હતી. પરવત ગામ વિસ્તારમાં પતિએ પત્ની પર એસીડ ફેક્યું છે. ત્રણ માસ અગાઉ પત્નીએ બ્યુટી પાર્લર શરૂ કરતા ગત બપોરે તેના પતિએ બ્યુટી પાર્લરમાં આવી એસિડ ફેંક્યું હતું. જોકે, મહિલા ખસી જતા બચી ગઈ હતી. શક કરતા પતિએ મહિલાએ જે દિવસે બ્યુટી પાર્લર શરૂ કર્યું ત્યારે ત્યાં આવી માર માર્યો હતો. લગ્નના બે ત્રણ વર્ષ પછી પતિ (Husband) તેની પત્ની (Wife) ઉપર શંકા રાખી મારપીટ કરતો હતો. પતિ શંકા કરતો હોવાથી અને મારપીટ કરતા પત્ની અલગ પિયરમાં રહેતી હતી. આ અંગે મહિલાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ (Police Complaint) દાખલ કરાવી છે. જ્યારે મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

પત્ની આત્મનિર્ભર થઈ તે પતિને ન ગમ્યુ: બ્યૂટી પાર્લરમાં આવી પત્ની પર એસિડ ફેંક્યું

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના પરવત પાટિયા ખાતે રહેતી 31 વર્ષીય સીમરન (નામ બદલ્યું છે) ના 13 વર્ષ પહેલા મહિધરપુરા ખાતે રહેતી સમીર સાથે લગ્ન થયા હતા. લગ્નના બે ત્રણ વર્ષ પછી સમીર તેની પત્ની ઉપર શંકા રાખી મારપીટ કરતો હતો. પતિ શંકા કરતો હોવાથી અને મારપીટ કરતા સીમરન અલગ પિયરમાં રહેતી હતી. ગત 19 જૂનના રોજ સીમરનએ તેની મિત્ર સાથે ભાગીદારીમાં પરવત ગામ વિસ્તારમાં બ્યુટી પાર્લર શરૂ કર્યું હતું. બ્યુટી પાર્લર શરૂ કર્યુ તે જ દિવસે સમીરે ત્યાં આવીને ગાળાગાળી કરી સીમરનને માર માર્યો હતો. ગઈકાલે બપોરે સીમરન અને તેની ભાગીદાર ફ્રેન્ડ બ્યુટી પાર્લર ઉપર હાજર હતા ત્યારે સમીર ત્યાં આવ્યો હતો અને સીમાને બાળકો અંગે પૂછી ઝઘડો કર્યો હતો. સીમરન કઈ સમજે તે પહેલા સાથે લાવેલી પ્લાસ્ટીકની થેલીમાંથી પ્લાસ્ટીકની એસિડની બોટલ કાઢી સીમા ઉપર ફેંક્યું હતું. સીમરન ખસી જતા માત્ર કપડા પર તથા ખુરશી ઉપર પડ્યું હતું. જમીન ઉપર એસિડ પડતા નીકળેલા જ્વલનશીલ ધુમાડાથી સીમાને આંખમાં બળતરા થવા લાગી હતી. સીમરને બૂમાબૂમ કરતા સમીર જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયો હતો. સીમરનને બાદમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે લિંબાયત પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ઘરી છે.

Related Posts