હાથરસ મામલે કેસને યુપી બહાર ટ્રાન્સફર નહીં કરાશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : દેશમાં ઉત્તરપ્રદેશનાં હાથરસ (Hathras of Uttar Pradesh) માં ચકચાર મચાવી દેનાર બનેલ ઘટના બાદ યુપી સરકાર (UP Government) સવાલોનાં ઘેરામાં આવી હતી અને લોકો પણ હાથરસ ઘટના બાદ આક્રોશમાં દેખાઈ રહ્યા હતા. જ્યાં હાથરસમાં એક નિર્દોશ યુવતી સાથે ગેંગરેપ (Gangrape) કર્યા બાદ તેની હત્યા અને ત્યાર બાદ પરિવારની પરવાનગી વગર તેનું કરવામાં આવેલ અંતિમ સંસ્કાર બાદ હાથરસની આ ઘટનાને વેગ મળ્યો હતો. ત્યાર બાદ આ ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં થયો હતો. હવે હાથરસ ગેંગરેપ (Hathras gangrape) અને ત્યાર બાદ કરવામાં આવેલી હત્યા મામલે સીબીઆઈ તપાસનું નિરીક્ષણ કોણ કરશે, આ મામલો યુપીથી દિલ્હી ટ્રાંસફર થશે કે નહીં તે તમામ મુદ્દાઓ પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

હાથરસ મામલે કેસને યુપી બહાર ટ્રાન્સફર નહીં કરાશે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, હાથરસ મામલે આ કેસ હાલ યુપીનાં બહાર ટ્રાંસફર કરાશે નહીં અને સીબીઆઈ તપાસનું નિરીક્ષણ ઇલાહાબાદ કોર્ટ કરશે. કોર્ટે જણાવ્યુ કે હાલ સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે એવામાં તરત જ કોઈ ટ્રાંસફરની જરૂર નથી. બીજા તમામ પર હાઈકોર્ટ પોતાની નજર રાખી બેઠું છે. સુપ્રીમ કોર્ટએ હાથરસ ગેંગરેપ કાંડની અમુક અરજીઓ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો જેમાં હાથરસ મામલે અદાલતનાં નિરીક્ષણમાં તપાસ કરાવવા અને મામલો દિલ્હી સ્થળાંતરિત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. ન્યાયાધીશ એસ કે બોબડે (Judge SK Bobade), ન્યાયમૂર્તિ એ એશ બોપન્ના (Justice A.S Bopanna) અને વી રામાસુબ્રમણિયન (V Ramasubramanian) ની બેન્ચે એક જનહિત અરજી અને કાર્યકર્તાઓ અને વકીલો તરફથી દાખલ કરવામાં આવેલા બીજા ઘણા હસ્તક્ષેપ અરજીઓ પર 15 ઓક્ટોબર સુધી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

હાથરસ મામલે કેસને યુપી બહાર ટ્રાન્સફર નહીં કરાશે : સુપ્રીમ કોર્ટ

તમને જણાવી દઈએ કે, ગયા મહિને 14 સપ્ટેમ્બરના રોજ યુપીના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ થયો હતો, ત્યારબાદ 29 સપ્ટેમ્બરના રોજ પીડિતાનું મોત નીપજ્યું હતું. પોલીસે યુવતીનો મૃતદેહ સળગાવી દેતા ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ આ મામલો હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પીડિત પરિવારને સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યા હતા. જે બાદ રાજ્ય સરકારે તેનું સોગંદનામું રજૂ કર્યું હતું. આ કેસની પ્રારંભિક તપાસ રાજ્ય સરકાર દ્વારા રચિત એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને દરેક એંગલની તપાસ કરી રહી છે.

Related Posts