‘ગુજરાતમિત્ર’: સદા અડીખમ રહેશે….

વહેલી- સવારનું અનિવાર્ય અંગ એટલે દૈનિક વર્તમાન પત્ર ‘ગુજરાતમિત્ર’ 158 વર્ષમાં પ્રવેશ્યું તે એક વિરલ ઘટના છે. જૂના જમાનામાં ખાસ કોઇ સંસાધનો વિના પ્રવિણકાંત રેશમવાળાએ વર્તમાન પત્ર હાથમાં લીધું અને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોચાડ્યું. તે કાંઇ નાની-સુની વાત નથી. આજે અખબારી ક્ષેત્રે જયારે મેલી સ્પર્ધાઓ ચાલે છે. છતાં ‘ગુજરાતમિત્ર’ની ઇમેજ ‘સો-ટચના સોના’ જેવી છે. તેના કારણે જ આજે પણ ખૂબ બહોળા પ્રમાણમાં તેનો પ્રખર વાચકવર્ગ છે. ‘ગુજરાતમિત્ર’માં રોજબરોજ દેશ-વિદેશના સમાચાર, તંત્રી લેખો, અગ્રલેખ, ચર્ચાપત્રો, વિવિધ પૂર્તિઓ વાંચકોને પીરસવામાં આવે છે. સ્વ. પ્રવિણકાંત રેશમવાળા તથા સ્વ. અવંતિકાબેન બંને હયાત નથી છતાં પરિવાર માટે પ્રેરણાબળ રહ્યા છે. હાલ શ્રી ભરતભાઇ રેશમવાળા તથા શ્રીમતી કેતકીબેનના માર્ગદર્શન હેઠળ ચોથી પેઢી સુપેરે સંચાલન કરી રહી છે. સ્વ. ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાંત પુરોહીત નગીનદાસ સંઘવી, ડો. શશીકાંત શાહ, રમણ પાઠક જેવી પીઢ- કલમો હવે રહી નથી. પરંતુ શહેરની સાંસ્કૃતિક- નાટય પ્રવૃતિને ‘કર્ટન-કોલ’ કોલમ દ્વારા આજે પણ જીવંત રાખી છે. અનેક ઉતાર-ચઢાવ બાદ અને કોરોના જેવી મહામારીમાં પણ ડગ્યું નથી. તે જોતાં ‘ગુજરાતમિત્ર’ સદા અડીખમ રહેશે તેવી શુભકામના પાઠવું છું…

તરસાડા  -પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts