Gujarat

ગુજરાતમાં આ દિવસોએ વાવાઝોડું ફૂંકાશે, કડાકા-ભડાકા સાથે થશે તોફાની વરસાદ

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે દિવસ દરમ્યાન ૧થી૨ ડિગ્રી જેટલી ગરમીમાં વધઘટ થવા પામી છે. જોકે વલ્લ્ભવિદ્યાનગરમાં ગરમીનો (Hot) પારો (Tempareture) ૪૩ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં આગામી ૨૪ કલાક દરમ્યાન અમદાવાદ જિલ્લામાં વીજળીના કડાકા – ભડાકા સાથે વરસાદની (Rain) વકી રહેલી છે.

  • ૬ઠ્ઠી જૂન સુધી ૧૨ જિલ્લાઓમાં પ્રતિ કલાકના ૫૦મી ઝડપે વાવાઝોડુ ફૂંકાવવા સાથે તોફાની વરસાદની વકી
  • ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ , અરબ સાગરમાં સાયકલોન આકાર લેશે

આ ઉપરાતં આગામી તા.૬ઠ્ઠી જુન સુધી રાજયમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર , દ્વારકા ,જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , કચ્છ, સુરેન્દ્રનગરમાં ૩૦થી ૫૦ કિમીની ઝડપે વાવાઝોડુ ફૂંકાય તેવી સંભાવના છે. જેના પગલે વીઝળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં તોફાની વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, ગુજરાત ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમના પ્રભાવ હેઠળ આવ્યું છે. જેમાં જમ્મુ ઉપર પણ એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ છે. પશ્વિમ રાજસ્થાન ઉપર ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થયેલી છે. આંધ્રપ્રદેશથી શરૂ કરીને દક્ષિણ ભારતમાં અન્ય એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય છે. તા.૫મી જૂને દક્ષિણ – પૂર્વ અરબ સાગરની અંદર એક ચક્રવાત આકાર લઈ શકે છે. જે આગળ વધીને ૬ઠ્ઠી જૂને તીવ્ર લો પ્રેશ સિસ્ટમમાં ફેરવાઈ શકે છે. જે ગુજરાત પર વરસાદ લાવી શકે છે.

અમદાવાદના એરપોર્ટના કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની ઓફિસના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૧ ડિ.સે.,ડીસામાં ૩8 ડિ.સે., ગાંધીનગરમાં ૪૧ ડિ.સે., વલ્લ્ભ વિદ્યાનગરમાં 43ડિ.સે, વડોદરામાં ૪૧ ડિ.સે.,સુરતમાં ૩9 ડિ.સે.,વલસાડમાં ૩7 ડિ.સે.,ભૂજમાં 37 ડિ.સે.,નલિયામાં ૩૫ ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 38 ડિ.સે., અમરેલીમાં ૪૧ ડિ.સે.,ભાવનગરમાં 40 ડિ.સે.,રાજકોટમાં ૪૧ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧ ડિ.સે., અને કેશોદમાં ૩8 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top