કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના ગૃહમંત્રીએ કરી આ જાહેરાત

વડોદરા (Vadodara) : રાજ્ય (Gujarat) માં ગુરૂવારે કોરોનાના (Corona Cases) નવા 1034 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન રાજ્યમાં વધુ 27 દર્દીઓના મોત થયા છે. જ્યારે સાજા થવાનો દર વધીને 74.21 ટકા થયો છે. આરોગ્ય વિભાગ (Health Deapartment)ના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં નવા 24569 કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા હતા જોકે રાજ્યમાં અત્યાર સુધી કુલ 9,03,782 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સામે નવા 1034 કેસો નોંધાયા છે.

કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના ગૃહમંત્રીએ કરી આ જાહેરાત

ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો છે.કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગુરૂવારે અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 5, સુરત જિ.માં 4, રાજકોટમાં 3, કચ્છમાં 2, રાજકોટ મનપામાં 2, વડોદરા મનપામાં 2, જામનગર મનપામાં 1, મહેસાણામાં 1, વડોદરામાં 1, વલસાડમાં 1 એમ કુલ 27 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 2584 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 50,322 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં 14905 દર્દીઓ સારવાર હેઠળ (Patients under treatment) છે. જે પૈકી 82 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 14823 દર્દીઓની તબિયત સ્થિર છે.

કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના ગૃહમંત્રીએ કરી આ જાહેરાત

વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વર્ષે કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજીયાના પણ ઝુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટુંક દિવસમાં બહાર પાડવામાં આવશે.

Related Posts