ગુજરાત હાઇકોર્ટે શાળાઓમાં ફી માફીનો પરિપત્ર રદ કર્યો

અમદાવાદ (Ahmedabad): રાજ્યના શિક્ષણ વિભાગે (GSEB) કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી શાળાઓમાં ફી માફી અંગેનો પરિપત્ર કર્યો હતો. આ અંગે વિવાદ થતાં શાળા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં (high court) કરેલી અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ વિભાગનો વચગાળાનો ફી માફીનો પરિપત્ર રદ કર્યો છે.

Private schools fee hike unjustified, not related to seventh pay ...

વધુમાં હાઇકોર્ટે એવું પણ નોંધ્યું છે કે, શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે એ મુજબ કાર્ય કરી શિક્ષણ કાર્ય ચાલુ રાખવાના આવે. રાજ્યના ખાનગી શાળા સંચાલકો દ્વારા રાજ્ય સરકારના ફી માફીના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

How to solve the school fee collection issue during lockdown and ...

જેમાં ગુજરાત હાઇકોર્ટ સરકારના પરિપત્રને અયોગ્ય ઠેરવ્યો હતો અને શાળાઓ વાલીઓ અને સરકારે સંકલન જાળવવું જોઈએ. તેમજ શિક્ષણ કાર્ય ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. સંચાલકો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા આ રીતે ઠરાવ બહાર પાડી ન શકાય. શાળા સંચાલકોએ સરકાર સાથે ચર્ચા કરવાની પણ તૈયારી બતાવી હતી. જો કે, કોર્ટે પરિપત્રના બાકીના મુદ્દાઓને યથાવત રાખ્યા છે. જો કે, શાળા સંચાલકોને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા નિર્દેશ કર્યો છે.

Kovai school sends out two kids over fee issue

હાઈકોર્ટના આખરી ચુકાદાનો અભ્યાસ કરી તેનું સંપૂર્ણ પાલન કરાશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Telangana: NCPCR sends notice to School Education Director over fees

શાળાઓમાં ફી નહીં લેવા બાબતના પરિપત્ર અંગે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને હાઈકોર્ટે વચગાળાનો આદેશ કરતાં જણાવ્યું છે કે શાળાઓ ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રાખે. રાજ્ય સરકારની ઓનલાઇન ભણાવવાની કામગીરીને હાઈકોર્ટે બિરદાવી છે. અને વિસ્તૃત ચુકાદો આપવાનો બાકી છે. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું છે કે શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રહેવું જોઈએ. હાઇકોર્ટના વિસ્તૃત ચુકાદા આવ્યા બાદ તેનો અભ્યાસ કરી હાઇકોર્ટના આદેશનું સરકાર સંપૂર્ણ પાલન કરશે.

Related Posts