આખરે હાઈકોર્ટે શાળાઓની ફી મુદ્દે આ ચુકાદો આપ્યો

ગાંઘીનગર (Gandhinagar): 31 જુલાઇએ રાજ્યના શિક્ષણ વિભાગે (GSEB) કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી શાળાઓમાં ફી માફી અંગેનો પરિપત્ર કર્યો હતો. આ અંગે વિવાદ થતાં શાળા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાં (high court) કરેલી અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ વિભાગનો વચગાળાનો ફી માફીનો પરિપત્ર રદ કર્યો છે. રાજ્યના ખાનગી શાળા સંચાલકો દ્વારા રાજ્ય સરકારના ફી માફીના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

વાલીએ હાલ ફી ભરવી નહીં : ઓલ ગુજરાત વાલી મંડળ

ખાનગી શાળા (private school teachers) ઓમાં નોકરી કરતા 12 લાખથી વધુ શિક્ષકોની નોકરી પર જોખમ આવી ગયું છે. આ મામલે ખાનગી શાળા સંચાલકોએ સરકાર પાસે શિક્ષકોના પગાર અથવા તો આત્મનિર્ભર લોન આપવા માટેની માગણી કરી છે જો સરકાર સંચાલકોને સહાયરૂપ નહીં થાય તો શિક્ષકોને ઘરે બેસવાનો વારો આવી શકે છે.

ખાનગી શાળાઓના 12 લાખ શિક્ષકોએ સરકાર સમક્ષ કરી રાહત પેકેજની માંગ

25 જુલાઇએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) ખાનગી શાળાના શિક્ષકોની વ્હારે આવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ આજે કહ્યું કે, શિક્ષકોને 6 મહિનાથી પગાર નથી મળ્યા. સરકારે આવા કર્મચારીઓના માટે ફંડ ઉભુ કરવું જોઈએ. ખાનગી શાળાના શિક્ષકો માટે સરકાર ‘ટોકન પગાર’ (Token Salary) ની વ્યવસ્થા કરે. ફેસબુક પર લાઇવ પોસ્ટ પર શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે, ‘પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને ફરજિયાત પાસ કરવાનો નિયમ છે ત્યારે સરકારે ફીની ઉઘરાણી કરાવવા કે ઓનલાઇનનું ભારણ વધારવા કરતા તેમને માસ પ્રમોશન આપી દેવું જોઈએ તેવી મારી વિનંતી છે. આ સાથે ઘણા શિક્ષકોની ફરિયાદ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ના મળતા પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે ત્યારે સરકારે આવા કર્મચારીઓના હિતમાં એક ફંડ ઉભુ કરી સંસ્થાઓને પગાર અપાવવા સહાય કરવી જોઈએ.’

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખાનગી શાળાના શિક્ષકોને  'ટોકન પગાર' આપવા ભલામણ કરી

આજે હાઈકોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો છે કે શાળા સંચાલકો ફી અંગે સરળ હપ્તા (easy installments)ની વ્યવસ્થા કરે અને ટયુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે.હાઈકોર્ટે જણાવ્યું છે કે, શાળાઓ ટ્યુશનથી સિવાયની અન્ય કોઈ પણ પ્રકારની ફી વાલીઓ પાસેથી વસૂલી શકશે નહીં અને ફી બાબતે વાલીઓ માટે શાળા દ્વારા સરળ હપ્તાની વ્યવસ્થા કરવામાં આવે. બાળકે એક્ટિવિટી લીધી છે તેને માન્ય રાખવામાં આવશે અને બાળક જો કોઈ એક્ટિવિટી નથી લીધી તેની ફી માફ કરવામાં આવે. એટલે વાલીઓને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને જે એક્ટિવિટી વપરાય નથી તેમાંથી માફી મળી છે. 

Related Posts