Gujarat

ગુજરાતમાં G20 મીટિંગના રિયલટાઇમ અપડેટ સોશિયલ મીડિયાના માધ્યમથી મળશે

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં ભારતને (India) G20 નું પ્રમુખપદ મળ્યું છે, ત્યારે ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ એક વર્ષ માટે G20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. આ દરમિયાન 22થી 24 જાન્યુઆરી સુધી બિઝનેસ 20 (B20) ની શરૂઆતની બેઠકોનું આયોજન ગાંધીનગરમાં (Gandhinagar) કરવામાં આવ્યું છે. અલગ અલગ સ્થળોએ કુલ પંદર G20 બેઠકોની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ છે. ગુજરાતમાં ધિરાણ, બેંકિંગ, વેપાર અને રોકાણ, ઉર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ અને આબોહવા, પર્યટન અને મહિલા સશક્તિકરણને લગતી મહત્વપૂર્ણ G20 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતમાં G20 અંગેના સમયસરના અપડેટ અને જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ લાઇવ થઇ ગયા છે. તેમાં G20ના અપડેટ્સ સાથે અન્ય રસપ્રદ માહિતી તેમજ ગુજરાતની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. ડિજીટલ માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ, વારસો અને ખાસિયતોને વિશ્વ સમક્ષ પ્રસ્તૂત કરવામાં આવશે અને અહીં પધારેલા ડેલિગેટ્સ પણ તેનાથી માહિતગાર થશે. g20gujarat નામના ઈન્સ્ટાગ્રામ , ટવિટર ,ફેસબુક અને યુટયુબ એકાઉન્ટસસ શરૂ થઈ ચૂકયા છે.

Most Popular

To Top