Gujarat

રાહુલ ગાંધીની ભારત જોડો -2 યાત્રા ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકી શકે છે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી લોકસભાની ચૂંટણી (Election) તથા પાડોશી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ (Congress) તરફી માહોલ ઊભો કરવા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા – 2ની શરૂઆત ગુજરાતથી કરવા વિચારણા ચાલી રહી છે. હજુ સુધી આ યાત્રાની કોઈ આખરી તારીખ નક્કી થઈ નથી.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડો. મનીષ દોશીએ કહ્યું હતું કે, હજુ સુધી કોઈ તારીખ નક્કી કરાઈ નથી, લોકસભાની ચૂંટણી તથા પાડોશી રાજયમાં વિધાનસભાની ચૂંટણીના પગલે આ ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે, તેનો રૂટ પણ ચર્ચાઈ રહ્યો છે. રાજસ્થાન રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે. કોંગ્રેસ તરફી માહોલ ઉભો કરવા માટે આ ચૂંટણી મોટો સહારો બની રહેશે. તેથી ગુજરાતના પોરબંદરમાંથી તેનો પ્રારંભ કરવાની વિચારણા ચાલી રહી છે.

Most Popular

To Top