Gujarat Election - 2022

સૌરાષ્ટ્ર, કચ્છ, દ.ગુ.ની 89 બેઠક માટે ગુરુવારે મતદાન

ગાંધીનગર: આવતીકાલે તા.1લી ડિસે.ના રોજ સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ ગુજરાતની (Gujarat) 89 બેઠકો માટે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન (Voting) થશે. ખાસકરીને ઈવીએમની (EVM) મદદ વડે થનાર આ મતદાન વખતે ઈવીએમની સાથે વીવીપેટ મશીન પણ જોડાયેલું રહેશે. 89 બેઠકો પર મતદાનના પગલે અર્ધ લશ્કરી દળોએ મોરચો સંભાળી લીધો છે. 89 બેઠકો પર ભાજપ , કોંગ્રેસ તથા આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જે મતદારો લાઈનમાં ઊભેલા હશે , તેમને અંદર લઈ લેવાશે.

  • પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 2.39 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
  • એક બેઠકને બાદ કરતાં તમામ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ભાવિ નક્કી થશે
  • ઈવીએમની સાથે વીવીપેટ મશીન પણ જોડાયેલું હશે, અર્ધ લશ્કરી દળોને તૈનાત કરી દેવામાં આવ્યા

પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા તથા 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે. 89 બેઠકો પર 25430 જેટલા મતદાન મથકો આવેલા છે. 2.13 લાખ જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓ હવે આચૂંટણી કાર્યવાહી સાથે સંકળાયેલા છે.

મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસના તથા આપના દિગ્ગજ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ જશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રહેલા કેબિનેટ મંત્રીઓ પૈકી પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનુ મોરડીયા, કનુભાઈ દેસાઈ અને રાઘવજી પટેલનો સમાવેશ થાય છે. ભાજપ, કોંગ્રેસ તથા આપના દિગ્ગજ નેતાઓએ આ 89 બેઠકો પર વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે.

Most Popular

To Top