Gujarat

હવે ભાજપની પ્રદેશ કારોબારી 23-24 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરમાં મળશે

ગાંધીનગર: આગામી લોકસભાની ચૂંટણીમાં (Election) ગુજરાતમાં (Gujarat) ભાજપને (BJP) તમામ 26 બેઠક પર વિજય મળે તેવી રણનીતિની ચર્ચા કરવા માટે આગામી તા.23 અને 24મી જાન્યુ.ના રોજ સુરેન્દ્રનગર ખાતે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.
ખાસ કરીને શિયાળાની મોસમમાં આ પ્રદેશ કારોબારી સુરેન્દ્રનગરમાં યોજાનાર હોવાથી ભાજપના નેતાઓને ઝાલાવાડી ભોજન એટલે કે બાજરીનો રોટલો, રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવનાર છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક મળી છે, ત્યારે પ્રજાને આપેલાં વચનો પૂર્ણ કરવા બજેટમાં મહત્ત્વની યોજનાઓ જાહેર કરવાના મુદ્દે રાજકીય ચર્ચા થવાની સંભાવના પણ છે.

Most Popular

To Top