Gujarat

નવા કરવેરા કે રાહતો વિનાનું 3.01 લાખ કરોડનું બજેટ વિધાનસભામાં પસાર થયુ

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે 2023-24ના નાણાંકિય વર્ષ માટે 3.01 લાખ કરોડનું કદ ધરાવતું બજેટ (Budget) પસાર કરાયુ હતું. આ બજેટમાં એક પણ નવો કરવેરો લાદવામાં આવ્યો નથી કે કોઈ રાહત આપવામાં આવી નથી. વિધાનસભામાં આજે ગુજરાત વિનિયોગ વિધેયક પસાર કરાયુ હતું.જેના પગલે સરકારની તિજોરીમાંથી 3.01 લાખ કરોડનો ખર્ચ કરવાની રાજય સરકારને વિધાનસભાની લીલીઝંડી મળી ગઈ છે.

વિધાનસભામાં વિનિયોગ વિધેયક પરની .ચર્ચાનો જવાબ આપતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કહયું હતું કે , વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટના અંદાજો રૂ. ૩૦૧૦૨૧.૬૧ કરોડના રાખવામાં આવેલ છે. જે વર્ષ ૨૦૨૨-૨૩ ના અંદાજો રૂા. ૨,૪૩,૯૬૪.૭૩ કરોડની સામે રૂા. ૫૭,૦૫૬.૮૮ કરોડનો વધારો દર્શાવે છે, તે ૨૩.૩૮ % નો વધારો સુચવે છે. મૂડી ખર્ચમાં ૯૧% જેટલો વિક્રમી વધારો સૂચવેલ છે. આ અંદાજપત્રમાં અમારી સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સુત્ર સાથે આગળ વધતા આગામી પાંચ વર્ષ માટે 15 લાખ કરોડનો ખર્ચ કરવાની જાહેરાત સાથે પાંચ સ્તંભો દ્વારા વિકાસનું વિઝન સાકાર કરવા વિવિધ અંદાજપત્રીય માંગણીઓ રજુ કરી હતી. જેના દ્વારા આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું સકલ ઘરેલુ ઉત્પાદન (GSDP) રૂ.૪૨ લાખ કરોડ કરતાં વધુ લઇ જવા કટિબદ્દતા વ્યકત્ત કરી હતી.

Most Popular

To Top