સરકારની ‘ડીજીટલ સ્ટ્રાઈક’ : આ વખતે 47 ચાઈનીઝ એપ બેન

દિલ્હી : ભારત સરકાર (Government of India) દ્વારા વધુ 47 ચાઈનીઝ એપ્સ (Chinese apps) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચાઈનીઝ એપ પર સત્તાવાર પ્રતિબંધ મૂકવા માટે શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. 29 જૂને કરવામાં આવેલા 59 ચાઈનીઝ એપ બાદ હવે આ 47 ચાઈનીઝ એપને દેશમાં બેન (Ban the Chinese app in the country) કરવામાં આવ્યો છે. આ 59 ચાઈનીઝ એપ્સને બેન કર્યા બાદ પણ 200 જેટલી ચાઈનીઝ એપની લિસ્ટ તૈયાર કરાઈ રહી હતી એમાં પબજી ગેમ (PubG Game) ટોપ પર હતી. હવે દેશનાં યુઝર્સ પણ ભારતીય એપ્લિકેશન (Indian application) નો ઉપયોગ કરી રહ્યા છે અને ભારતીય એપ્સને સમર્થન આપી રહ્યા છે જેથી સુરક્ષા અંગે કોઈ સવાલ ઉભો નહી થાય. આ એપ્સમાં ટીકટોક લાઈટ, કૈમસ્કેનર, હેલો લાઈટ, શેરઈટ, બીગો લાઈવ લાઈટ, વીએફવાય લાઈટ સામેલ છે જેને ભારતીય યુઝર્સ ઉપયોગ કરી રહ્યા હતા.

સરકારની 'ડીજીટલ સ્ટ્રાઈક' : આ વખતે 47 ચાઈનીઝ એપ બેન

સરકારે જે 47 ચાઈનીઝ એપને બેન કર્યા તેનાં પર ચિંગારીનાં સીઈઓ અને કોફાઉન્ડર સુમિત ઘોષે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો સમર્થન કર્યો છે અને ક્હયુ છે કે ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલ આ એક સરસ પગલું છે. આપણે પોતાના ડેટા સુરક્ષિત રહે તે માટે ચિંતા હોય છે અને ચિંગારી એપ (ભારતની શોર્ટ વીડિયો એપ)માં હંમેશા અમે ટોપ પર રહ્યા છે તેથી અમે ચીન પાસેથી ક્યારેય પણ ફંડ ન લેવાનો નિર્ણય કર્યો હતો અને એમની કોઈ પણ ટેકનિકનો ઉપયોગ ચિંગારીમાં કર્યો હતો.

સરકારની 'ડીજીટલ સ્ટ્રાઈક' : આ વખતે 47 ચાઈનીઝ એપ બેન

રીઝલ એપ (ભારતની શોર્ટ વીડિયો પ્લેટફોર્મ)નાં માર્કેટિંગ હેડ સના અફરીને જણાવ્યુ હતુ કે અમે પણ સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો સમર્થન કરીએ છીએ. અમારી એપમાં પણ ડેટા સુરક્ષિત રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહી છે અને આગળ પણ રહેશે તથા અમે સકારાત્મક અને સુરક્ષિત રીતે આ પ્લેટ ફોર્મ (Platform) પર લાખો ટિકટોકર્સને ટેકો (Support TickTockers) આપવા અમે ઉત્સુક છીએ જે તેઓને પોતાની સમાજમાં ઓળખ વધારવામાં મદદ કરશે. તમામ યુઝર્સની ગોપનિયતા અને રાષ્ટ્રીય સુરક્ષા (National security) નું રીઝલમાં પાલન કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. રીઝલ (Rizal launch) લોન્ચ થતા તેને પ્રથમ પ્રાધાન્ય ભારતને આપ્યુ અને ભારતનાં યુઝર્સની મદદ કરવાનાં ધ્યેય સાથે આગળ વધ્યા છે.

સરકારની 'ડીજીટલ સ્ટ્રાઈક' : આ વખતે 47 ચાઈનીઝ એપ બેન

જણાવી દઈએ કે, 15 જૂને ચીની સૈનિકોએ ગલવાન ઘાટીમાં 20 ભારતીય જવાનોને માર્યા હતા પરંતુ જવાનોએ તેમનાં બમણાં સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. ચીન લગાતાર દેશને ઉષ્કેરવાનું કાર્ય કરી રહ્યો હતો. પરંતુ જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું, દેશનાં વીર જવાનોની શહાદત વ્યર્થ જશે નહી અને એ પ્રમાણે દેશમાંથી ચીનનાં 59 જેટલાં એપ્સને બેન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીન પોતે પોતાના દેશમાં બહારનાં એપ્સનો ઉપયોગ કરતું નથી. ચીન ગુગલનાં બદલે પોતાના દેશમાં યુસી બ્રાઉઝરનો ઉપયોગ કરે છે.

Related Posts