જો તમે આ કામ નહીં કરો તો તમારુ ગૂગલ/જીમેઇલ અકાઉન્ટ ડિલીટ થઇ જશે

4Gનો જમાનો છે, બધા પાસે હાથમાં ફોન હોય જ છે. અથવા તો એમ કહો કે બધા જ પોત-પોતાના ફોનમાં હોય છે. ભારતમાં 448.2 મિલિયન જેટલા મોબાઇલ ફોન યુઝર્સ (Mobile Phone Users) છે. જેમાંથી 70% લોકો ઇન્ટરનેટ (internet) વાપરે છે, એ 70 ટકાના પણ 95% લોકો એન્રોઇડ ફોન (Anroid Phone) વાપરે છે. હવે ફોન એનરોઇડ હોય એમાં 4G ઇન્ટરનેટ હોય તો લોકો મોટેભાગે પ્લે સ્ટોર (Play Store) પરથી વિવિધ એપ્સ (Applications /Apps) ડાઉનલોડ કરે જ છે. હવે પ્લે સ્ટોરમાં Gmailનું જ અકાઉન્ટ બનાવવુ પડતુ હોય છે. એટલે સીધી વાત છે કે આપણામાંથી ઘણા બધાનું Gmailમાં અકાઉન્ટ હશે જ. તો આગળ જે વાત કરવાના છીએ એ તમારા બધા માટે છે, જેની પાસે Gmailમાં અકાઉન્ટ હોય.

જો તમે આ કામ નહીં કરો તો તમારુ ગૂગલ/જીમેઇલ અકાઉન્ટ ડિલીટ થઇ જશે

જો તમારી પાસે ગૂગલ પર અકાઉન્ટ (Google Account) છે તો સાવચેત રહો. ગૂગલ 1 જૂન 2021 થી નવી નીતિનો અમલ કરવા જઈ રહ્યું છે. નવી નીતિ લાગુ થયા પછી તમારું એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. નવી નીતિ અનુસાર, જો વપરાશકર્તાઓના જીમેલ, ગૂગલ ડ્રાઇવ (Google Drive) અને ગુગલ ફોટો એકાઉન્ટ (Google Photos) બે વર્ષથી નિષ્ક્રિય (inactive) છે, તો પછી ગૂગલ આ બધા અકાઉન્ટ્સમાંથી તમારો ડેટા ડિલીટ કરી નાંખશે અને આ અકાઉન્ટ્સ કાયમી ધોરણે બંધ અથવા ડિલીટ કરી દેશે.

જો તમે આ કામ નહીં કરો તો તમારુ ગૂગલ/જીમેઇલ અકાઉન્ટ ડિલીટ થઇ જશે

એટલું જ નહીં, જો તમારે હજી પણ તમારા જીમેલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો અકાઉન્ટનો ઉપયોગ કરવો હોય, તો તમારે આ અકાઉન્ટ્સ પર તમારી પ્રવૃત્તિ એટલે કે એક્ટીવિટી (activity) વધારવી પડશે. ગૂગલ કોઈપણ વપરાશકર્તાનો ડેટા ડિલીટ કરતા પહેલા તમને એક નોટિફિકેશન (notification) મોકલશે. આ નોટિફિકેશન તમારા Gmail અકાઉન્ટમાં મેલ (mail) સ્વરૂપે આવશે. ગૂગલની નવી નીતિ મુજબ, જો તમારું અકાઉન્ટ 2 વર્ષથી તેની સ્ટોરેજ મર્યાદા કરતા વધારે છે, તો પછી ગૂગલ જીમેલ, ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝમાંથી તમારો જૂનો ડેટા ડિલીટ કરી શકે છે. જો કે, ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે ડેટાને ડિલીટ કરતા પહેલા વપરાશકર્તાઓને પણ જાણ કરવામાં આવશે.

જો તમે આ કામ નહીં કરો તો તમારુ ગૂગલ/જીમેઇલ અકાઉન્ટ ડિલીટ થઇ જશે

જો તમે તમારું ખાતું બંધ થવાથી બચાવવા માંગો છો, તો તમારે સમય સમય પર તમારુ Gmail અકાઉન્ટ, ગૂગલ ડ્રાઇવ, અને ગૂગલ ફોટોઝ ખોલવા પડશે અને આ અકાઉન્ટ્સ પરથી કંઇ ને કંઇ એક્ટિવિટી કરવી પડશે. તમે કોઇને એક મેઇલ મોકલી શકો છો. ગૂગલ ડ્રાઇવ પર કોઇ ફાઇલ અપલોડ કરી શકો છો. આવુ કરવાથી તમારુ અકાઉન્ટ સક્રિય છે, એવુ ગૂગલને દેખાશે અને તમારુ અકાઉન્ટ ડિલીટ થતા બચી જશે.

Related Posts