Sports

ગ્લેન મૈક્સવેલ અને વિની રમણ સપ્ટેમ્બર મહિનામાં રેમ્બો બેબીનું સ્વાગત કરશે

રોયલ ચેલેન્ઝ બેંગલોરના (RCB) ખેલાડી અને મૂળ ઓસ્ટ્રેલિયાના (Australia) વતની ગ્લેન મૈક્સવેલને (Glenn Maxwell) આઇપીએલ 2023 દરમિયાન ખુશીના સમાચાર મળ્યા છે. ગ્લેન મૈક્સવેલની વાઈફ વિની રમણ(Vinnie Raman) પ્રેગ્નેંટ (Pregnant) છે. વિનીએ પોતાના ઈંસ્ટ્રાગ્રામ (Instagram) અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ગ્લેન અને હું એ જાહેરાત કરતા ઉત્સાહિત છીએ કે અમારું રેમ્બો બેબી સપ્ટેમ્બર (September) 2023માં આવશે. ગ્લેન મૈક્સવેલ અને વિની રમણ સપ્ટેમ્બર મહિનામાં માતા-પિતા બનશે.

ગ્લેન મૈક્સવેલ અને વિની રમણનાં લગ્ન બે વખત અલગ અલગ રીતિ રિવાજો મુજબ થયા હતા
વર્ષ 2022માં 18 માર્ચે ગ્લેન મૈક્સવેલ અને વિની રમણ UKના મેલબર્ન શહેરમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. ગ્લેન અને વિનીએ લવ મેરેજ કર્યા હતા. ગ્લેન મૈક્સવેલ મૂળ ઓસ્ટ્રેલિયાના વતની છે જ્યારે વિની રમણ મૂળ તમિલનાડુની વતની છે. પરંતુ તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. મજાની વાત એ છે કે તેમના લગ્ન એક વખત નહિ પરંતુ બે વખત થયા હતા અને બંને વખત લગ્ન અલગ-અલગ રીતી-રિવાજો મુજબ થયા હતા. પહેલીવાર ખ્રિસ્તી ધર્મના રીતી-રિવાજો જ્યારે બીજી વખત ભારતના તમિલ રીતી-રિવાજો અનુસાર તેઓના લગ્ન થયા હતા. તેમના લગ્નનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં ગ્લેન મૈક્સવેલ ભારતીય પહેરવેશમાં વિનીને વરમાળા પહેરાવતા ડાંસ કરી રહ્યો હતો.

ગ્લેન મૈક્સવેલ અને વિની રમણના સંબંધની વાત કરવામાં આવે તો, તેમના વચ્ચેનો સંબંધ ઘણો જુનો
મૈક્સવેલ ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે વિનીએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો જેના કારણે બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત બન્યો હતો. સ્વાસ્થ થયાં પછી તેણે જોરદાર એન્ટ્રી મારી હતી. બિગ બેશથી લઈને આઈપીએલ 2021 સુધી મૈક્સવેલે બેટિંગ કરી ચાહકોના દિલ જીતી લીધા હતાં.

IPL 2023માંં મુંબઈ સામેની મેચમાં રમીને ટીમના રન પ્લસ કર્યો હતા
IPL 2023માં મૈક્સવેલનુ સારૂ પ્રદર્શન રહ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગ્લેન મૈક્સવેલે ડુપ્લેસી સાથે ભાગીદારી કરીને ટીમના રન પ્લસ કર્યો હતા. ગ્લેન મૈક્સવેલે 33 બોલમાં 4 સિક્સ અને 8 ફોર મારી 68 રન બનાવ્યા હતા. જ્યારે ડુપ્લેસીસે 41 બોલમાં 3 સિક્સ અને 5 ફોર મારી 65 રન બનાવ્યા હતા.

Most Popular

To Top