જીનોમ એડિટિંગની ટેકનોલોજી માનવજાત માટે શાપરૂપ પુરવાર થઈ શકે તેવી છે

રોયલ સ્વિડીશ એકેડેમીએ ૨૦૨૦ ના કેમિસ્ટ્રીના નોબેલ પારિતોષિક માટે ઇમેન્યુલ ચારપેન્ટિયર અને જેનિફર દૌડના નામની બે મહિલા વિજ્ઞાનીઓની પસંદગી કરી છે.  આ પારિતોષિક જિનેટિક્સની દુનિયામાં ક્રાંતિ આણનારી જીનોમ એડિટિંગ ટેકનોલોજી માટે આપવામાં આવ્યું છે, જે પારિભાષિક શબ્દોમાં Clustered Regularly Interspaced Short Palindromic Repeats અથવા CRISPR તરીકે ઓળખાય છે. ઇ.સ. ૧૯૫૦ માં કોઈ પણ જીવના આનુવાંશિક લક્ષણોની માહિતી આપતા જીનોમની શોધ થઈ તે પછી જિનેટિક વિજ્ઞાનમાં જીનોમ એડિટિંગની શોધ સૌથી મહત્ત્વની માનવામાં આવે છે.

જીનોમ એડિટિંગની ટેકનોલોજી માનવજાત માટે શાપરૂપ પુરવાર થઈ શકે તેવી છે

સરળ ભાષામાં સમજાવવું હોય તો આ ટેકનિક વડે કોઈ પણ જીવના જીનોમને કાપીને તેમાં પરિવર્તન પણ કરી શકાય છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને વર્તમાનમાં કેન્સરની સારવાર શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્સર નામનો રોગ મનુષ્યના કોષોમાં વિકૃતિ પેદા કરવાને કારણે થાય છે. જો જીનોમ એડિટિંગ દ્વારા વિકૃત કોષોને સાજા કરી શકાય તો કેન્સરની સારવાર શક્ય બની શકે તેમ છે. કેટલીક માનસિક બીમારીઓ મગજના કોષોની ખામીને કારણે થતી હોય છે. જો તે કોષોનું રૂપાંતર કરી શકાય તો મગજના અસાધ્ય ગણાતા રોગોની સારવાર પણ કરી શકાય છે.

જીનોમ એડિટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉંદર જેવાં પ્રાણીના શરીરમાં મનુષ્યના કિડની, લિવર, હૃદય વગેરે અંગો પેદા કરી શકાય છે અને તેનો ઉપયોગ મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ માટે કરી શકાય છે. આ દિશામાં પ્રયોગો પણ ચાલી રહ્યા છે. જો મચ્છરોમાં મેલેરિયા પેદા કરનારા જીનોમમાં ફેરફાર કરી શકાય તો દુનિયામાંથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે રોગોને નાબૂદ કરી શકાય છે. જો કે જીનોમ એડિટિંગ ટેકનિકનાં ભયસ્થાનો પણ છે. તેના વડે મનુષ્યના જીનોમમાં ફેરફાર કરીને કોરોનાની રસી બનાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જો મનુષ્યના જીનોમમાં છેડછાડ કરવામાં આવે તો રાક્ષસ જેવા મનુષ્યો પણ પેદા થઈ શકે છે.

કેટલાક બેક્ટેરિયામાં અને આર્કિયા જેવા એકકોષી જીવોમાં જીનોમ એડિટિંગની આવડત કુદરતી રીતે હાજર હોય છે. આ કુદરતી શક્તિને કારણે બેક્ટેરિયામાં રોગપ્રતિકારક શક્તિનું સર્જન થાય છે. જો તેમના શરીર પર કોઈ વાયરસ હુમલો કરે તો તેઓ તેનો જીનોમ કોડ યાદ રાખી લે છે અને તેની સામે લડવાનાં રસાયણો પોતાના શરીરમાં પેદા કરી લે છે. જો પેલો વાયરસ ફરીથી આવે તો બેક્ટેરિયાના કોષો તેને યાદ રાખી લે છે અને તેની સામે લડે છે. ૧૯૮૭ માં જપાનના વિજ્ઞાની યોશીઝુમિ ઈશીનોએ જોયું કે ઇ.કોલી બેક્ટેરિયાના ડીએનએમાં કેટલાંક ઝૂમખાંઓનું થોડા થોડા અંતરે પુનરાવર્તન થતું હોય છે.

૨૦૦૫ માં સ્પેનિશ મોલેક્યુલર બાયોલોજીસ્ટ ફ્રાન્સિસ્કો મોજિકાએ જોયું કે અન્ય જીવંત પ્રાણીઓના કોષોમાં પણ આ પ્રક્રિયા જોવા મળે છે. તેમણે આ ટેકનિકને Clustered Regularly Interspaced Short Palindromic Repeats (CRISPR) નામ આપ્યું. તેમણે જોયું કે આ ટેકનિક વાયરસના ડીએનએમાંથી પ્રાપ્ત કરવામાં આવી છે. કિરા માકારોવા નામના વિજ્ઞાનીએ સૂચવ્યું કે આ ટેકનિકનો ઉપયોગ રોગો સામે લડવા માટે કરવામાં આવે છે.

જીનોમ એડિટિંગ ટેકનિકમાં જીવના શરીર પર જે વાયરસનો હુમલો થયો હોય તેના ડીએનએને કાતરની જેમ કાપી નાખવામાં આવે છે. આ માટે શરીરમાં એક પ્રોટિન છોડવામાં આવે છે, જે કેસ૯ તરીકે ઓળખાય છે. ૨૦૧૨ માં ચારપેન્ટિયરે અને દૌડનાએ બતાવ્યું કે સ્પેસર નામનું પ્રોટિન વાયરસના ડીએનએમાં ક્યાં કાપ મૂકવો તે નક્કી કરવાનું કામ કરે છે, માટે તેને માર્કર તરીકે ઓળખવામાં આવે છે. કેસ૯ નામનું પ્રોટિન ડીએનએને કાપવા માટે કાતરનું કામ કરે છે. તેમણે એ પણ પુરવાર કર્યું કે પ્રયોગશાળામાં કેસ૯નું અને સ્પેસરનું સર્જન પણ કરી શકાય છે. તેનો ઉપયોગ કરીને કોઈ પણ વાયરસની ઉપર હુમલો કરી શકાય છે. આ બહુ ક્રાંતિકારી શોધ હતી.

અત્યાર સુધીમાં યીસ્ટથી માંડીને ગાયો સુધીમાં અને વનસ્પતિથી માંડીને પરવાળામાં જીનોમ એડિટિંગ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ તેનો મનુષ્યમાં ઉપયોગ કરવાથી નૈતિક અને સામાજિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. જો જીવંત મનુષ્ય પર આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો તેના ડીએનએને કટ-પેસ્ટ કરીને નવું ડીએનએ પણ પેદા કરી શકાય છે. જો મનુષ્યના જીનોમમાં ફેરફાર કરવામાં આવે તો નવી જાતનું પ્રાણી પેદા થઈ જાય તેમ છે. આ પ્રાણી કદાચ વર્તમાન મનુષ્યો કરતાં અલગ લક્ષણો ધરાવતું હોય તેવું પણ બની શકે છે. ૨૦૧૩ માં અમેરિકાના વિજ્ઞાની જ્યોર્જ ચર્ચે લેબોરેટરીમાં મનુષ્યના કોષો પર આવો પ્રયોગ કરવાની જાહેરાત પણ કરી હતી.

મનુષ્ય દ્વારા વિવિધ પ્રાણીઓનાં આનુવાંશિક લક્ષણોમાં ફેરફાર કરવાની પરંપરા બહુ જૂની છે. તેનો ઉપયોગ સંકર બિયારણ અને પશુની સંકર જાતો પેદા કરવા માટે કરવામાં આવતો હતો. આ પદ્ધતિઓમાં સિલેક્ટિવ બ્રીડિંગની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જીવંત પ્રાણીના ડીએનએમાં પરિવર્તન કરીને તેના રંગરૂપ બદલી નાખવાની પદ્ધતિ પ્રમાણમાં નવી છે. તેમાં જીવના ડીએનએને કટ-પેસ્ટ કરીને નવો ડીએનએ પેદા કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને મનુષ્યોમાં સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા જેવા રોગોનો ઇલાજ શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ બીમારીઓ મનુષ્યના ડીએનએમાં રહેલી કેટલીક ખામીને કારણે થતી હોય છે.

જીનોમ એડિટિંગ ટેકનોલોજીનાં ભયસ્થાનો પણ છે. ઘણી વખત કેસ૯ ભૂલથી જીનોમમાં ભળતી જગ્યાએ કાપો મૂકી દે તો પરિણામ ધાર્યા કરતાં અલગ આવી જાય છે. જે મનુષ્ય પર આ પ્રયોગ કરવામાં આવ્યો હોય તેની જિંદગી નર્ક જેવી થઈ જાય છે. થોડા સમય પહેલાં ચીની વિજ્ઞાની હી જિયાનકુઈએ ગર્ભના બાળકને એચઆઇવીથી મુક્ત કરવા માટે જીનોમ એડિટિંગ ટેકનિકનો નિષ્ફળ પ્રયોગ કર્યો હતો. ગર્ભમાં જે જોડિયાં બાળકો હતાં તેમના પિતા એચઆઇવી ધરાવતા હતા. આ વાયરસ બાળકોમાં ન પ્રવેશે તે માટે તેમના જીનોમનું એડિટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રયોગ નિષ્ફળ ગયો હતો પણ જોડિયાં બાળકોનો જન્મ થઈ ગયો હતો. આ બાળકોના જીનોમમાં જે ગરબડ કરવામાં આવી હતી તેને કારણે તેઓ ભવિષ્યમાં અજ્ઞાન વિકારોનો ભોગ બની શકે છે.

અમેરિકાની મોડેર્ના કંપની દ્વારા કોરોના વાયરસની જે રસી તૈયાર કરવામાં આવી રહી છે, તે પણ જીનોમ એડિટિંગ ટેકનિકને આધારે તૈયાર કરવામાં આવી રહી છે. આ રસીમાં કોઈ વાયરસનો ઉપયોગ કરવામાં નહીં આવે પણ મનુષ્યના શરીરમાં મેસેન્જર આરએનએ નામનું પ્રોટિન દાખલ કરવામાં આવશે. આ પ્રોટિન મનુષ્યના ડીએનએમાં દાખલ થઈ જશે અને તેમાં કટ પેસ્ટ કરીને એવા ફેરફારો કરશે કે મનુષ્યમાં કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા પેદા થઈ જશે. જો કે આ ફેરફારો કરવા જતાં ધરતી પર નવી જાતના મનુષ્યનું સર્જન થશે. જેટલાં લોકો આ રસી લેશે તેમના જીનોમ બદલાઈ જશે.

તેમના સ્વભાવમાં અને ગુણધર્મોમાં પણ પરિવર્તન આવશે. તેનું પરિણામ એવું પણ આવી શકે કે આસ્તિક મનુષ્યમાં પરિવર્તન કરીને નાસ્તિક મનુષ્યનું સર્જન કરવામાં આવે. આ ટેકનિક ટૂંક સમયમાં કોરોના સામે લડવાને બહાને માનવજાત પર અજમાવવાની તૈયારી ચાલી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં કેમિકલના નોબેલ પારિતોષિકનું મહત્ત્વ પણ બહુ વધી જાય છે.

  • લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts