પાલિકા નંદેસરી, વાઘોડીયા, સાવલી, પાદરા અને પોર સુધી ગેસ પૂરો પાડશે

માર્ચ સુધી ૩૦ હજાર કનેકશન પૂરા કરાશે : હાલ શહેરમાં ૧.૫૬ લાખ કનેકશનો છે.

(પ્રતિનિધિ)વડોદરા.તા-૧૫ વડોદરા મહાનગર પાલિકા અને ગેઇલની સંયુક્ત કંપની વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આગામી સમયમાં નંદેસરી, વાઘોડીયા, પાદરા પોર અને સાવલી સુધી ઘરગથ્થુ અને વ્યવસાયિક ગેસના કનેકશન આપવા યોજના બનાવવામાં આવી રહી છે. અને માર્ચ સુધીમાં ૩૦ હજાર પૈકી ૧૦ હજાર ગેસ જોડાણો આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

વડોદરા મહાનગર પાલિકા અને ગેઇલની સંયુક્ત કંપની વડોદરા ગેસ લિમિટેડ કે જેની રચના ૨૦૧૩માં કરવામા આવી હતી.અને આ કંપનીની શરુઆત ૨૦૧૪માં કરવામાં આવી હતી.વડોદરા ગેસ લિમિટેડની માસિક રીવ્યું બેઠકમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ૩૦ હજાર ઘરગથ્થુ ગેસના જોડાણ આપવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.તેવી જ રીતે વાહનોમાં ઉપયોગી સીએનજી પંપ તેમજ વ્યવસાયિક એકમો સુધી ગેસ પહોંચાડવા માટેનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.

જો કે આ લક્ષ્યાંક સામે વડોદરા ગેસ લિમિટેડે ચાલુ વર્ષે ૨૭ હજાર નવા કનેકશનો આપી દીધા છે. અને બાકીના કનેકશનો આગામી માર્ચ સુધી પૂરા કરવાની ધારણાં છે. ૨૦૧૩થી અત્યાર સુધી શહેરમાં ૧.૫૬ લાખ કનેકશનો આપવામાં આવ્યા છે.જેમાં ૨૫૦૦ વ્યવસાયિક એકમોના છે. અને આ કનેકશનો થકી રોજ ૧.૭૦ લાખ ઘન મીટર ગેસનો ઉપયોગ થાય છે. શહેરમાં હાલ ૧૨ સીએનજી પંપ,૩ મધર સ્ટેશન તેમજ બે બોટલ બુસ્ટર સ્ટેશન છે.જ્યારે, આગામી દિવસોમાં નવા સ્ટેશનો બનાવવાનું આયોજન છે. શહેરમાં સીએનજી સંચાલિત વાહનોમા

રોજ ૧૩ હજાર ઘન મીટર ગેસનો વપરાશ થાય છે. અને ગુજરાતમાં પાઇપલાઇનથી ગેસ પુરો પાડતું વડોદરા પહેલુંં છે.વડોદરા ગેસ લિમિટેડ હાલ ફક્ત શહેરને જ ગેસ કનેકશનો આપે છે. જા કે આગામી સમયમાં પાઇપલાઇનથી વાઘોડીયા, સાવલી, પાદરા, પોર અને નંદેસરીના રહેણાંક તેમજ અૌદ્યોગિક વિસ્તારને ગેસનો જથ્થો પૂરો પાડવાની યોજના છે. આજથી ૪૮ વર્ષ પહેલા એશિયા ખંડમાં વડોદરા શહેર પ્રથમ એવું શહેર હતુંં કે લોકોને પાઇપલાઇનથી ગેસ આપવામાં આવતો હતો.અને પાલિકામાં ગેસ વિભાગની રચના સમયે જ ૭૬૦૦૦ ઘરગથ્થું અને ૨૧૦૦ કોમર્શિયલ કનેકશનો હતા.આ કનેકશનો આપવાની કામગીરી હાલમાં પણ ચાલુ છે.તેમજ ૫૦ કનેકટીવીટી માટે સ્ટીલની લાઇનો નાંખવામાં આવશે. આજે એક વર્ષમાં ૨૭ હજાર જાડાણો આપી દેવામાં આવ્યા છે. એટલે કે રોજ ૧૨૫ નવા કનેકશનો આપવામાં આવી રહ્ના છે. અને મહીને ૩ હજાર કનેકશનો થાય છે.આગામી માર્ચ સુધીમા બાકીના કનેકશનો આપીને ૩૦ હજારનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.

Related Posts