જમ્મુ કાશ્મીરના વધુ ભાગલા: બકરું કાઢતાં…

તા. ૫ ઓગસ્ટ ૨૦૨૦ ભારતના બંધારણમાંથી કલમ ૩૭૦ની આંશિક નાબૂદી અને જાતિ ભેદભાવ સહિતના અન્ય મુદ્દાઓ માટે રાક્ષસી નીવડેલ કલમ ૩૫-એ ની નાબુદીનો નિર્ણય કરવાના દિનની પ્રથમ સંવત્સરી આ દિવસને એક સિધ્ધિના પ્રતિક તરીકે ઉજવવાની ભારતીય જનતા પક્ષ અને સરકારોમાં તડામાર તૈયારી |ચાલી રહી છે.

જમ્મુ કાશ્મીરના વધુ ભાગલા: બકરું કાઢતાં...

એક જટિલ રાજયના બંધારણની સૂક્ષમતા અને સંવેદનશીલતાને અવગણીને નિર્ણાયકોનો રાજકીય હેતુ પાર પડાયો હોવાથી આ નિર્ણયમાં ઉત્સાહતો વર્તાય જ. કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મુ અને કાશ્મીર રાજયના લોકોમાં ઉન્માદ ગાયબ છે. કેન્દ્રશાસિત પ્રદેશ બનેલા લડાખમાં પણ ઉદાસીનતા જણાય છે.

કલમ-૩૭૦ અને ૩૫એ હવે સળગતા સવાલ નહીં રહ્યા હોવા છતાં સરકારે આ મામલે જે ઉતાવળ કરી હતી તે બાબતમાં પ્રશ્નો તો રહે જ છે કારણ કે સંસદે આ બાબતના ખરડા એક બે દિવસમાં જ પસાર કરી દીધા હતા.૫, ઓગસ્ટ ૨૦૨૦ની રાષ્ટ્રીય સિધ્ધિના દિવસ તરીકે ઉજવણી થવી જોઇએ! શાસક વર્ગ કહેશે.

હા, ભલે શાસક ભારતીય જનતા પક્ષને આ ઉજવણી માટે લોકોનો ટેકો નથી મળતો જમ્મુ અને કાશ્મીરમાં તેના માટે અલગ અલગ કારણ છે. રાજકીય મોરચે ભારતીય જનતા પક્ષ અને તેના ટેકેદારપક્ષે અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો વચ્ચે યુદ્ધ હરોળ ખેંચાઇ જ ગઇ છે.

રાજયસભામાં વિરોધપક્ષના નેતા અને પીઢ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે તાજેતરમાં વડાપ્રધાન મોદી સાથે સવિસ્તાર બેઠક કરી અને જમ્મુ કેન્દ્ર શાસિત પ્રદેશ કોંગ્રેસ તા. ૫ મી ઓગસ્ટ પહેલા આઝાદની આ પ્રદેશ માટે રાજયત્વની માંગતા ટેકામાં જુદા જુદા કાર્યક્રમો યોજી રહી છે. જમ્મુ કાશમીર અને લડાખો કેન્દ્ર શાસિત બનાવવા માટે એવું બહાનુ કરવામાં આવ્યું હતું કે આ પ્રદેશો વિકાસમાં હરણફાળ ભરશે. આ વાતને એક વર્ષ થઇ ગયું પણ અત્યાર સુધી આવું કંઇ થયું નથી.

તા. ૫મી ઓગસ્ટ ૨૦૨૦ આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર જુદાજુદા પ્રોજેકટોના ઉદઘાટનનો ઉન્માદ બતાવે છે. રોપવે જેવા પ્રોજેકટો બરાબર છે પણ શાસક અને વહીવટી તંત્રનો હેતુ જમ્મુ કાશ્મીરનો ઉત્કર્ષ થઇ ગયો હોવાનું બનાવવાનો છે.

કલમ-૩૭૦ અને ૩૫-એ ના નાબુદીના પગલાં વખતે કેટલાંક જૂથોને તેમણે ગુમાવેલા પાયાના હકકો પરત આપી તેમનું સશકિતકરણ કરવાનો હેતુ બતાવાયો હતો. આ જૂથમાં પશ્ચિમ પાિકસ્તાન નિરાશ્રિત જૂથનો પણ સમાવેશ થાય છે. આઝાદી ના ૭૩ વર્ષ પછી પણ કાશ્મીર કેન્દ્ર રાજકારણ અને ભૂતકાળની મૂર્ખાઇઓને કારણે આ જૂથને આ નામે સંબોધવામાં આવે છે તે શરમ જનક છે.

બીજું જૂથ વાલ્મિકી સમાજ છે જે ખાસ સંજોગોમાં જમ્મુમાં આવ્યો હતો પણ રાજકારણનો ભોગ બન્યો હતો. આ માસાની ઉજવણી કરવા માટે ખાસ કારણ છે જમ્મુ કાશ્મીરનો રાજય તરીકેનો આઝાદી પહેલાનો અને પછીનો ઇતિહાસ કાવાદાવાથી ભરપુર છે. તેમાં આ બંધારણની કલમો હઠાવવાની અને રાજય તે નીચલા દરજજાએ ઉતારવાનો પણ સમાવેશ થાય છે.

એક તરફ સરકારની ઉજવણીનો દિવસ નજીક આવતા જાય છે. તેમ તેમ રાજયત્વની માંગણી બુલંદ થતી જાય છે ભારતીય જનતા પક્ષના કેટલાક ટોચના નેતાઓ પણ રાજયત્વની માંગને ટેકો આપવાની માંગને ટેકો આપે છે.

આ ચૂંટણી ચાળો છે? ખબર નથી શાસક અને તેના ટેકેદારો જમ્મુ કાશ્મીરને અવનત કરવાના પગલાને આજે પણ ટેકો આપે છે બીજો વર્ગ આવો જ મત ધરાવે છે પણ ડોગરા શાસકો અને તેમના હાકેમોની પણ વિચારણા કરે છે અહીં શાસક ભારતીય જનતા પક્ષને રાજકીય હેતુસર ડોગરા શાસકોનાં નામને પોતે કેમ ઉપયોગ કર્યો તે સમજાવતા નવનેજાં પાણી ઉતરે છે ડોંગરા શાસકોની ધાર્મિકતા સંદર્ભમાં નામ વટાવી ખાવાનું કંઇ સહેલું છે? તિબેટ પર વિજયકૂચ કરનાર મહાન સેનાપતિ અને તેના લશકરને યાદ કરવા સાથે તેઓ જમ્મુ કાશ્મીરથી લડાખને છૂટું પાડીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના પોતાના પગલાનો બચાવ કેવી રીતે કરી શકે?

જમ્મુ કાશ્મીરના વર્તમાન ભાગલાથી સંતોષ નહીં પામી વધુ ભાગલા પાડવાની હિમાયત કરનાર ત્રીજો વર્ગ છે. તેઓ બંધારણની દૃષ્ટિએ સાચા છે પણ આવી અવ્યવહારુ માંગ કઇ રીતે કરી શકે! તેમને જમ્મુનું અલગ રચવું છે અને વિસ્થાપિત કાશમીરી પંડિતો માટેના એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશો રચવા છે.

ચોથો વર્ગ કહે છે કે જમ્મુ અને કાશમીર વચ્ચે કોઇ સમાનતા હોય ત્યારે બંને સાથે કઇ રીતે રહી શકે? તેઓ એ ભૂલી જાય છે કે જે ડોગરા શાસકોની તેઓ પ્રશંસા કરે છે તેમણે જ આ વૈવિધ્ય સભર રાજય પર સરસ શાસન કર્યુ હતું!

જમ્મુ કાશ્મીરના દરજજાને ઉલટાવાની પ્રક્રિયામાં લડાખનો પણ સમાવેશ થશે? ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવાનું અત્યારે અશકય નહીં. તો મુશકેલ તો લાગે છે. કારણ કે જમ્મુ કાશ્મીરને ફરી રાજયત્વનો દરજજો અપાય તો રાજય અને કેન્દ્રમાં શાસક પક્ષને પોતાની મુર્ખાઇકબૂલ કરી થુંકેલું ચાટવાનો વખત આવે. અલબત્ત રાજકારણમાં અને શાસનમાં સુધારાને હંમેશા અવકાશ હોય છે.

પણ અત્યારે આવું કંઇક થાય તેવું લાગતું નથી સિવાય કે શાસકપક્ષ જમ્મુ કાશમીર અને લડાખના મામલે બધાને સાથે લઇ ચાલવા માંગતો હોય તો તો બાકીની સ્થિતિ યથાવત રાખવી પડે. સામે ચૂંટણી આવે છે અને ભારતીય જનતા પક્ષને તે જીતવી છે. ત્યારે અને ચીન અને પાકિસ્તાનન સરહદે સખણાં નહીં રહેતા હોય ત્યારે આવું કામ થાય?

સાત દાયકાથી જમ્મુ લોકો અન્ય પ્રદેશોના હકક સામે સવાલ કર્યા વગર પોતાના રાજકીય આર્થિક સશકિત કરણની માંગ કરે છે છતાં સદંતર અવગણના થાય ત્યારે સરખામણી તો થાય જ ને? અને વર્તમાન અને ભૂતપૂર્વ શાસકોએ લોકોને હથેળીમાં ચાંદ બતાવ્યા કર્યો હતો તેનું શું? અને જમ્મુમાં વધુને વધુ પ્રમાણમાં ઉદઘાટન થાય ને જમ્મુવાસીઓના  વગદાર પ્રશ્નોનો ઉકેલ નથી. ટૂકડા નાખી વિભાજનવાદી રાજકારણ અપનાવવા કરતો વધુ વ્યાપક પગલાં ભરવાનો આ અવસર છે. જેમ ભાગલા વધુ તેમ સરહદો પર સમસ્યાઓ વધુ અને શુરવીર ડોગરાઓનું અપમાન!

                -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts