26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત્ છે!

નિત્ય ક્રમની જેમ ભારતના લોકો 26 જૂન, 1976 ના રોજ રેડિયો શરૂ કર્યો ને અચાનક એક અવાજ આવ્યો “ભાઈઓ ઔર બહેનો,રાષ્ટ્રપતિજીને આપાતકાલકી ઘોષણા કી હૈ” (“Brothers and sisters, what is the emergency declaration to the President?”)કાશવાણીના માધ્યમથી કહેવામાં આવેલા આ શબ્દો તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના હતા. આ નાનકડી લાઈનમાં મેસેજ સ્પષ્ટ હતો કે તાનાશાહી સરકાર(Dictatorial government) ટકાવી રાખવાની ઈચ્છાથી, ભ્રષ્ટાચારમાં વધારો કરવા, પોતાનાં અન્ય ખોટાં કામો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે દેશમાં લોકશાહીને ‘કેદ’ કરી લેવાઈ છે.કટોકટીની જાહેરાત સાથે જ ઇન્દિરાજીએ તમામ સંચાર-માધ્યમો, અખબારી જગતને ગળે ટૂંપો દેવા માટે, અખબારી પ્રિ-સેન્સરશિપનો કાળો વટહુકમ પણ જાહેર કરી દીધો !

26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત્ છે!
“ભાઈઓ ઔર બહેનો,રાષ્ટ્રપતિજીને આપાતકાલકી ઘોષણા કી હૈ”

ભારતમાં ઇમરજન્સીને ભારતીય રાજકારણના ઈતિહાસનો કાળો અધ્યાય(The black chapter of history) પણ કહેવામાં આવે છે. અડધી રાતે તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી(Prime Minister Indira Gandhi)એ પોતાની ડચકાં ખાતી પ્રધાનમંત્રીપદની ખુરશીને બચાવવા માટે,લોકશાહીની હત્યા કરીને દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. લોકશાહી (Democracy) માટેની આ કાળ રાત્રી 21 માર્ચ 1977 સુધી રહી હતી. તે વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ પોતે પ્રધાનમંત્રી પદ ટકાવી રાખવા માટે ઇમર્જન્સીનો પ્રસ્તાવ તૈયાર કર્યો અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે(President Fakhruddin Ali Ahmed) તે પ્રસ્તાવ પર સહી કરી. ઇંદિરા સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિએ ભારતીય બંધારણની કલમ 252 હેઠળ દેશમાં ઇમરજન્સી લાદી દીધી.

26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત્ છે!

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ સમય સૌથી વિવાદાસ્પદ સમય હતો. ઇમરજન્સીના કારણે ચૂંટણી સ્થગિત થઇ ગઇ હતી. લોકોના અધિકારો છિનવાયા હતા તો બોલવાની પણ આઝાદી ન હતી. જે કારણે આ સમયને આઝાદ ભારતનો સૌથી વિવાદાસ્પદ સમય પણ માનવામાં આવે છે. 26 જૂનના સવારે રેડિયો પર ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીની જાહેરાત કરતાં દેશ સ્તબ્ધ થઇ ગયો. સરકાર સામે વિરોધ ફાટી નીકળ્યો, લોકો રસ્તા પર ઊતરી આવ્યા.

26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત્ છે!

આજે આ કટોકટીની સ્થિતિને આટલાં વર્ષો પછી પણ યાદ એટલા માટે કરવી કે કરાવવી પડે છે કે દરેક શાસક હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે એમના શાસન સામે પ્રશ્નો ઓછા થાય, ઘણી વખત સત્તાને સવાલો ગમતા ના હોય ત્યારે પ્રજા અને પ્રજા માટે લોકશાહીની રક્ષા કરનાર દરેક તંત્રની જવાબદારી બને છે કે લોકશાહીને જીવંત રાખવા માટે પ્રજા માટે પ્રશ્નો પૂછે,2014 થી 2019 ના સમયગાળામાં અનેક વખત એવી સ્થિતિઓ આવી,અનેક વખત એવી ઘટનાઓ બની જયારે લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારત્વને શાંત કરી દેવા માટે પ્રયત્નો થયા,અનેક વખત એવી ઘટનાઓ પણ બની કે એવું લાગે જાણે અઘોષિત કટોકટી છે,આવી સ્થિતિ કે ઘટનાઓ ત્યારે જ બનતી હોય છે, જયારે લોકોનું સમર્થન આવી ઘટનાઓ સર્જનારા પ્રત્યે હોય,જયારે જયારે આવી ઘટનાઓ બને કે આવી સ્થિતિ અછડતી નિર્માણ પામે ત્યારે લોકો એ પ્રજા એ એક વાર જેમણે કટોકટી જોઈ છે,કે જેમણે કટોકટીનો અનુભવ કર્યો છે એવા લોકોને એક વખત મળી લેવું,સમજી લેવું,એમના વિષે વિચાર કરી લેવો,કે 25 જૂન 1976 પછીનો સમયગાળો કેવો હતો? લોકો અને પ્રજાના પ્રશ્નો પૂછનાર પત્રકારત્વ કેવું હતું ?

26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત્ છે!

વાત કે પ્રશ્ન એ છે કે છેલ્લાં 73 વર્ષ માં ધીરે ધીરે એ પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે કે સતાધીશોએ કાયદા કે સંવિધાનને એટલો નબળો કરી નાખ્યો છે કે 73 વર્ષ પછી પ્રશ્નો થવા લાગ્યા છે કે કાયદો ને વ્યવસ્થા છે ક્યાં ? આજે જે કાયદો અને વ્યસ્થા ની સોગંધ લઇને નેતાઓ સત્તા પર આવ્યા એ છડેચોક જયારે કાયદાનું પાલન નથી થતું ત્યારે ક્યાં ખોવાઈ જાય છે? એ કેમ પોતાને આજે સર્વસ્વ સમજવા લાગ્યા છે ? કેમ 1993 ની વોહરા કમિટીનો રિપોર્ટ દેશ સામે સાર્વજનિક નથી કરવામાં આવતો ? કેવી રીતે અમીરો સાથેની સાંઠગાંઠ સત્તા મેળવવા માટે એક માફિયા ની જેમ કામ કરે છે? કેવી રીતે આજે ક્રોની કેપિટલઝિમથી જ સત્તા ચાલે છે, કેવી રીતે 1984 માં એક મોટું ઝાડ પડતાં જે જગ્યા હલી એને સરખી કરવા માટે શીખો નું કત્લેઆમ થયું ને ઇન્દિરા ગાંધીની હત્યા સામે એને યોગ્ય ઠેરવાયું? કેવી રીતે ગોધરાથી નીકળેલાં રમખાણોના રાજકારણે આજે દેશની દિશા બદલી છે ? ચાર વર્ષ સુધી સત્તા કાળા નાણાં પર આજકાલ કરીને કોર્પોરેટ સાથે કદમ તાલ મેળવતી રહી? જે પહેલાં ગુનો ગણવામાં આવતો એ આજે સામાન્ય ઘટના કેમ લાગે છે? કદાચ એટલા માટે આવું લાગે છે કે લોકોને આજે એવું થઇ ગયું છે કે જો આવી ગુનાહિત ઘટનાઓમાં સામેલ નહિ થઈએ તો કદાચ સત્તા ન મળે.આજે સ્થિતિ એ છે કે ગુન્હેગારો એવી રીતે વર્તી રહ્યા છે જાણે પોતે જ ન્યાયાધીશ છે.આજે જે સ્થિતિ છે એ જોઈએ ને એવું લાગે છે કે જાણે સત્તા જ એવો મેસેજ આપી રહી છે કે આઝાદી ના 73 વર્ષો માં તમને શું મળ્યું ? લૂંટ,બળાત્કાર ચોરી,હત્યા આજ ને ? આજે ગુન્હેગારો ને જાણે સજા મળતી જ બંધ થઇ ગઈ છે, ગુન્હેગારો માં 70 થી 80 ટકા લોકો પુરાવા ના આભાવે છૂટી જ રહ્યાં છે,આજે ગુન્હા ની પરિભાષા અને પોલીસ સ્ટેશન જ જાણે બદલાઈ ને ઇડી અને ઇન્કમટેક્ષ માં સમેટાઈ ગયું હોય એવું લાગે છે.

26 જૂન, 1976 થી 26 જૂન 2020 કટોકટી અને આઝાદીનો સંઘર્ષ યથાવત્ છે!

સંજોગોવશાત્ આઝાદીનાં 73 વર્ષ પછી આજ સ્વતંત્રતા છીનવાઈ ગઈ હોય એવું ક્યાંક લોકોને સતત લાગ્યા કરે છે,કેમકે સત્તા એ એના દરેક નાગરિકોને પોતાના પર નિર્ભર કરી લીધા છે.જેના કારણે શિક્ષણ-સ્વાસ્થ્યથી માંડી દરેક સેવાનો કોઈ અર્થ લાગતો નથી.આજે સત્તાના અંધારામાં આઝાદીના બધા જ પ્રશ્નો ખોવાઈ ગૂંગળાઈ ગયા છે.આજે 73 વર્ષે પણ આઝાદ ભારતના નાગરિકો એ આઝાદી નો અર્થ શોધવો પડે. આઝાદીની વ્યાખ્યા કરવી પડે, એ જ સૌથી મોટો પ્રશ્ન લોકો સામે મોઢું ફાડીને ઊભો છે. આજે કટોકટીને તો યાદ કરાય છે પણ ક્યાંક વાણી સ્વાતંત્ર્ય કેટલું અને કેવું છે એની ચર્ચા ક્યાંય થતી જ નથી. આજે 26 જૂને એક પક્ષ કટોકટીને કાળો -કાળ ગણાવે છે તો બીજો પક્ષ હાલની સ્થિતિને કટોકટી ગણાવે છે, પણ આ પક્ષાપક્ષીને સામસામે આક્ષેપબાજીના ખેલમાં ક્યાંક લોકશાહી અને આઝાદીનો શ્વાસ ગુંગળાતો હોય એવું આજે લાગી રહ્યું છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts