બિનવારસી પીકઅપ વાનમાંથી ૩.૫૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગોલ્ડન ચોકડી પાસેથી દારૂનો જથ્થો લઇ જતા કન્ટેનરના ડ્રાઇવર, ક્લીનર સહિત ત્રણની ધરપકડ

(પ્રતિનિધિ) વડોદરા,તા.૨૯ વડોદરા શહેરના કપુરાઇ બ્રિજ પાસે બિનવારસી પીકઅપ વાનમાં પડેલો ૩.૫૯ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાંચે (Crime Branch) ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચે ૭.૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.બી. જાડેજાની ટીમને કપુરાઇ બ્રિજના સર્વિસ રોડ ઉપર એક પીકઅપ વાન પડી છે. અને તેમાં વિદેશી દારૂ (Foreign liquor)નો જથ્થો હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે પીકઅપ વાન(Pickup van)નો કબજો લઇને તેમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન વાનમાંથી રૂપિયા ૩.૫૯ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂનો જથ્થો, પીકઅપ વાન તેમજ એક મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૭.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને બિનવારસી પીકઅપ વાન(Pickup van)માં વિદેશી દારૂનો જથ્થો લાવનારની તપાસ શરૂ કરી છે.પોલીસે પીકઅપ વાન(Pickup van)માંથી મળી આવેલા મોબાઇલ ફોન અને પીકઅપ વાનના નંબરના આધારે વિદેશી દારૂનો જથ્થો લાવનાર શખ્સોની તપાસ શરૂ કરી છે.

હાલ પોલીસે ફરાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરની પીસીબી પોલીસની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર સાથે ત્રણ શખ્સોને બે મોબાઈલ ફોન અને કન્ટેનર સહિત ૭,૭૫,૬૦૦ને મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગોવિંદ સિંઘ રાજપૂત (રહે, રાજસ્થાન), પવન સિંગ રાજપૂત (રહે, રાજસ્થાન) અને ભગવાન સિંગ ચૌહાણ (રહે, વાસણા રોડ, વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ પોલીસે બાતમીના આધારે વાઘોડિયા રોડ ડી માર્ટની સામેની જગ્યાએ દરોડો પાડી વિદેશી દારૂનું કટિંગ કરી રહેલા ઇકો કાર અને એક્ટિવા ચાલક(Activa driver)ને ઝડપી પાડી વિદેશી દારૂની ૨૪ બોટલો સહિત ૧.૩૧ લાખો મુદ્દામાલ કબજે કરીને દિલ્હીના સંજુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પ્રાથમિક પૂછતાછ દરમિયાન ઇકોચાલકે પોતાનું નામ જયેશ રજજય રહેવાસી શિવમ નગર ન્યુ વીઆઇપી રોડ તેમજ એક્ટિવા ચાલક (ઇકોચાલકે) કમલેશ રાણા રહેવાસી સાંઈ વિહાર સોસાયટી વાઘોડિયા રોડ હોવાનું બહાર આવ્યું છે.

Related Posts