એંબરગ્રીસમાંથી સોનું બને?

જીવન સરિતાને તીરેમાં લેખક જણવે છે કે સમુદ્રમાંથી મળતુ એંબરગ્રીસ જે સ્પર્ચ વ્હેલની ઉલટી જન્ય પદાર્થ છે-માંથી કાળક્રમે દરિયાના ખારાપાણીથી ધોવાઇને સોનુ બને છે. એ વાત માન્યામાં આવતી નથી. કારણ કે એનો કોઇ સંદર્ભ અપાયો નથી. સોનુ ફકત ખનીજ તરીકે મળી આવે છે. કેટલાક કિમિયાગરો  દ્વારામાંથી સોનુ બનાવવાનો દાવો કરે પરંતુ તે પોકળ સાબિત થયેલછે. વર્તમાનમાં પરમાણું ભારાંકમાં ફેરફારો કરીને સોનુ બનાવી શકાય છે પણ સોના કરતાં તેની ઘડામણ વધી જવાથી વૈજ્ઞાનિકોએ પડતું મુકેલ છે. 0.1 ગ્રામ સોનુ લેબ.માં બનાવીએ તો લાખોનો ખર્ચ થતો હોય છે. સોનાની ખૂબી એ છે કે એને કાટ લાગતો નથી. પણ ઘસારોતો થાય જ છે. ઉપયોગની દ્રષ્ટિએ લોખંડ સૈથી વધુ ઉપયોગી છે છતાં સોનાનુન મહત્વ વધારી મુકાયું છે! એને પીળો રંગ કદાચ જવાબદાર હશે? સુજ્ઞેષુ કિંબહુના.

વ્યારા              – ડો. ગણેશ ખૈરે   -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts