1 લી જુલાઇથી ATMમાંથી કેશ ઉપાડના નિયમો બદલાશે

1 લી જુલાઇથી બેંક એટીએમ (ATM) કેશ ઉપાડ (Cash Withdrawal) ના નિયમો બદલાવા જઈ રહ્યા છે. હવે 1 લી જુલાઇથી બેંકો દ્રારા લોકડાઉન (lock down) દરમિયાન હળવા કરવામાં આવેલા ધારાધોરણોને ફરીથી કડક કરવામાં આવશે. એટીએમના ઉપાડમાં લોકડાઉન દરમિયાન હળવા કરવામાં આવેલા ધારાધોરણોની અંતિમ તારીખ હવે 30મી જૂન 2020 છે. હકીકતમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ની એક સમિતિએ આ ફેરફારોનું સૂચન કયુૅ છે, જો 30મી જૂન 2020 પછીની કોઈ તારીખ માટે એક્સ્ટેંશનની જાહેરાત કરવામાં નહીં આવે, તો જૂના એટીએમ ઉપાડના નિયમો ફરીથી લાગૂ પાડવામાં આવશે. વિવિધ બેંકોમાં એટીએમ ઉપાડવાના નિયમો અલગ અલગ હોય છે. તેથી RBI ગ્રાહકોને નવા નિયમોની માહિતી માટે તેમની બેંકની મૂળ શાખા (Home Branch)નો સંપર્ક કરવાની સલાહ આપે છે.

એસબીઆઈ (State Bank Of India -SBI) ની સત્તાવાર વેબસાઇટ (sbi.co.in)પર ઉપલબ્ધ માહિતી મુજબ મેટ્રો શહેરોમાં એસબીઆઇ એક મહિનામાં તેના નિયમિત બચત ખાતા ધારકોને 8 મફત ટ્રાંઝેક્શનની મંજૂરી આપે છે. આ ઉપરાંત દરેક વ્યવહાર પર ગ્રાહકો પાસેથી ચાજૅ વસૂલવામાં આવે છે. આમાં એસબીઆઈના 5 એટીએમ અને અન્ય કોઈપણ બેંકના 3 એટીએમમાંથી મફત ટ્રાંઝેક્શન શામેલ છે. નોન-મેટ્રો શહેરોમાં 10 મફત એટીએમ ટ્રાન્ઝેક્શન મળે છે, જેમાં એસબીઆઈ અને અન્ય બેંકોથી 5-5 ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. તે પછી રોકડ વ્યવહારો માટે તે 20 રૂ. ઉપરાંત જીએસટી અને નોન-કેશ ટ્રાન્ઝેક્શન માટે 8 રૂ. ઉપરાંત જીએસટી (GST) લગાડે છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ની એક સમિતિએ એટીએમમાંથી કેશ ઉપાડની મયાૅદા 5000 નક્કી કરવા અને એટીએમ ચાર્જમાં વધારો કરવાની ભલામણ કરી છે. આરબીઆઈ દ્વારા છેલ્લા વર્ષોના એટીએમ ઇંટરચેંજ ફી સ્ટ્રક્ચર (Interchange fee Structure)ની સમીક્ષા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ RBIને સોંપી દીધો છે,પરંતુ આ વાતની માહિતી નથી કે આરબીઆઈએ આ અહેવાલ સ્વીકાર્યો છે કે નહીં.


આ સમિતિએ એટીએમના તમામ પ્રકારના વ્યવહાર(Transaction) પર આંતર-પરિવર્તન શુલ્ક (Interchange fee Structure) વધારવાની ભલામણ કરી છે. આ સમિતિએ આગળ ભલામણ કરી છે કે એક અકાઉન્ટમાંથી ટ્રાંઝેક્શનની મયૉદા 5000 સુધીની રાખવી અને તેનાથી વધુ રકમ કાઢવા પર એકસ્ટ્રા ચાજૅ વસૂલ કરવામાં આવે.

સમિતિના અહેવાલમાં સૂચવાયુ છે કે 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં 24% વધુ ચાજૅ વસૂલ કરવાની ભલામણ કરી છે.નાણામંત્રાલયે કોરોનાવાયરસને ફેલાવતો અટકાવવા લાદેલા લોકડાઉન દરમિયાન એટીએમમાંથી કેશ ઉપાડ પર લાગતા તમામ ચાજીૅસ હટાવી દીધા હતા. લોકડાઉન દરમિયાન સરકાર તરફથી લોકોના મળેલી આ સૌથી મોટી રાહત હતી. આ રાહત ફક્ત ત્રણ મહિના માટે આપવામાં આવી હતી, જેની અવધિ 30 જૂન 2020ના રોજ પૂરી થઇ રહી છે.

Related Posts