Gujarat Election - 2022

ગુજરાતની ચૂંટણીમાં અપક્ષનો પણ દબદબો: 1962થી 2017 સુધીમાં આટલા અપક્ષ ઉમેદવાર જીત્યા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઈ રાજકીય ગરમાવો જામ્યો છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી ચૂક્યા છે. જે દાવેદારોને ટિકિટ નથી મળી તે દાવેદારો પક્ષથી નારાજ થઈ બીજા પક્ષમાં જોડાયા છે. જ્યારે અમુક નારાજ નેતાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. આ દરમિયાન નવા પક્ષો ચૂંટણીના મેદાનમાં પણ આવી રહ્યા છે. અપક્ષના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો છેલ્લી 13 જેટલી વિધાનસભા ચૂંટણીમાં 92 અપક્ષ ઉમેદવાર ચૂંટણી જિત્યા છે. 1962થી 2017 સુધીની વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 92 અપક્ષ ઉમેદવાર ચુંટાઇને ધારાસભ્ય બન્યા છે. સૌથી વધુ 1975 અને 1995માં અપક્ષ ઉમેદવાર ચુંટાયા છે. આ બંને ચૂંટણીમાં 16-16 અપક્ષ ઉમેદવાર ચુંટાયા હતા. 1995 બાદ ભાજપ સત્તા પર આવતાં વિધાનસભાની ચૂંટણીમાં ચુંટાતા અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 60 વર્ષમાં 13 ચૂંટણી થઈ છે, જેમાં 92 અપક્ષ ઉમેદવાર ચૂંટણી જિત્યા છે.

વર્ષ-1962થી 2017 સુધી ચુંટાયેલા અપક્ષ MLA
1962માં વિધાનસભામાં 7 અપક્ષ ચુંટાયા હતા
1967માં વિધાનસભામાં 5 અપક્ષ ચુંટાયા હતા
1972માં વિધાનસભામાં 8 અપક્ષ ચુંટાયા હતા
1975માં વિધાનસભામાં 16 અપક્ષ ચુંટાયા હતા
1980માં વિધાનસભામાં 10 અપક્ષ ચુંટાયા હતા
1985માં વિધાનસભામાં 8 અપક્ષ ચુંટાયા હતા
1990માં વિધાનસભામાં 11 અપક્ષ ચુંટાયા હતા
1995માં વિધાનસભામાં 16 અપક્ષ ચુંટાયા હતા
1998માં વિધાનસભામાં 3 અપક્ષ ચુંટાયા હતા
2002માં વિધાનસભામાં 2 અપક્ષ ચુંટાયા હતા
2007માં વિધાનસભામાં 2 અપક્ષ ચુંટાયા હતા
2012માં વિધાનસભામાં 1 અપક્ષ ચુંટાયા હતા
2017માં વિધાનસભામાં 3 અપક્ષ ચુંટાયા હતા

અન્ય રાજકીય પક્ષો પણ ચૂંટણી લડ્યા
ગુજરાતને રાજકારણને લેબોરેટરી માનવામાં આવે છે. આ દરમિયાન ગુજરાતમાં અનેક રાજકીય પક્ષોએ હાથ અમાવ્યો છે. ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ચૂંટણીમાં નવા નવા પક્ષોનું આગમન થઈ રહ્યું છે. આ દરમિયાન પહેલી વિધાનસભાની ચૂંટણી એટલે કે વર્ષ-1962થી લઈને વર્ષ-2017 સુધીની 13 વિધાનસભા ચૂંટણીમાં પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી (પીએસપી), સ્વતંત્ર, નૂતન મહા ગુજરાત જનતા પરિષદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, રાજકીય મજદૂર પક્ષ, કિસાન મજદૂર લોક પક્ષ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગનાઇઝેશન, સોશિયલિસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનતા પાર્ટી (જેપી), જનતા પાર્ટી (એસસી), જનતા દળ, જનતાદળ (યુનાઇટેડ), યુવા વિકાસ પાર્ટી, ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતાદળ પાર્ટી, સમાજવાદી પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, ભારતીય ટ્રાઈબલ પાર્ટી, ગુજરાત પરિવર્તન પાર્ટીના 340 ઉમેદવાર ધારાસભ્ય બન્યા છે. એટલે કે બે મુખ્ય પક્ષ સિવાયના અન્ય પક્ષોના કુલ 15 ટકા ઉમેદવારને ગુજરાતના મતદારોએ પસંદ કર્યા છે.

Most Popular

To Top