તમને જીવનમાં કોણા પાસેથી ‘પ્રેરણા મળી’?

જગત આખામાં પ્રખ્યાત ભારતના ગણિતશાસ્ત્રી રામાનુજમ….ખુબ જ હોશિયાર અને એકદમ સરળ…. જગતભરમાં માન સન્માન મેળવ્યા પણ કોઈ અભિમાન નહિ.બધાને પ્રેમથી મળે અને જે કોઈ પ્રશ્ન પૂછે તેનો જવાબ પણ આપે.

તમને જીવનમાં કોણા પાસેથી ‘પ્રેરણા મળી’?

એક વખત એક યુવાન વિદ્યાર્થી,ગણિતમાં ખુબજ રસ અને હોશિયાર..રામાનુજમ તેની પ્રેરણા.એક વખત તેના મિત્રે તેને એક એકદમ અઘરા દાખલાનો જવાબ પૂછ્યો,દાખલો બહુ અઘરો લાગતા યુવાન જવાબ પૂછવા સીધો રામાનુજમ પાસે પહોંચી ગયો.

યુવાને જઈને રામાનુજમને યુવાને પ્રણામ કર્યા.રામાનુજમ ત્યારે કોઈ ગણિતનું પુસ્તક લખી રહ્યા હતા.વાત ગણિતના અધ્યાપન વિષે શરુ થઈ.યુવાને પોતે ગણિતમાં શું ભણે છે અને આગળ શું શીખવા માંગે છે તેની વાત કરી.ગણિતશાસ્ત્રી રામાનુજમે યુવાનને ગણિતના અધ્યાપન માટે જરૂરી બાબતોની વાત કરી…આ ચર્ચા લગભગ ત્રણ કલાક ચાલી.ટૂંકમાં રામાનુજમે યુવાનને સમજાવ્યું કે, ‘ગણિતમાં વિશેષજ્ઞ બનવા માટે હોશિયારી તો જરૂરી છે સાથે સાથે જરૂરી છે વિષય માટે પ્રેમ અને વિષયનું ઊંડું જ્ઞાન….સાથે જરૂરી છે સતત નવું શીખતા રહેવું અને જુનું યાદ કરતા રહેવું….સાથે જરૂરી છે સતત પ્રયત્ન જ્યાં સુધી દાખલો ન આવડે ત્યાં સુધી થાક્યા વિના પ્રયત્નો કરવા અને જો દાખલો આવડી જાય તો અન્યને શીખવાડતા રહેવું જેથી આપણું જ્ઞાન ફરી ફરી ચમકતું જાય.’ રામાનુજમે યુવાનને ઘણી સાચી શીખ આપી.

ચાર કલાક થઈ ગયા;આ ચર્ચામાં યુવાનને ઘણું જ્ઞાન અને પ્રેરણા મળી.તેને રામાનુજમણે પ્રણામ કરી વિદાય માંગી.રામાનુજમે પૂછ્યું, ‘યુવાન તને મારું કામ શું હતું ?? તું શા માટે આવ્યો હતો તે તો કહ્યું જ નહિ અને આપને આપના ગમતા વિષય પર બસ વાતો કરવા લાગ્યા.’

યુવાને કહ્યું, ‘હું આપની પાસે મારા મિત્રે મને પુછેલા એક ગણિતના અઘરા કુટપ્રશ્નનો જવાબ સમજવા આવ્યો હતો.’ રામાનુજ બોલ્યા, ‘લાવ બતાવ પ્રશ્ન, તું તો દાખલો પૂછ્યા વિના અને સમજ્યા વિના શું કામ જાય છે.’ યુવાન બોલ્યો, ‘મારા વર્ગનો સમય થી ગયો છે અને આપની સાથે વાત કર્યા બાદ મને સમજાયું છે કે સતત પ્રયત્નો કરવા જોઈએ.હું અઘરો પ્રશ્ન છે તેથી જાતે જવાબ શોધવાનો પ્રયત્ન કર્યા વિના સીધો તમને પૂછવા આવી ગયો હતો.પણ તમારી વાતોથી મને પ્રેરણા મળી છે અને મનમાં વિશ્વાસ પણ ઉત્પન્ન થયો છે કે આજે આખી રાતમાં હું આ ગણિતના પ્રશ્નનો ઉકેલ જરૂર મેળવી લઈશ.તમારી પાસે આવવાથી મને એક દાખલાનો જવાબ નહિ પણ બીજું વિષય માટે અને જીવન માટે જરૂરી એવું અમુલ્ય માર્ગદર્શન મળ્યું છે તે માટે આભાર.’ યુવાન રામાનુજમને વંદન કરી ચાલ્યો ગયો.રામાનુજમ પોતાનું પુસ્તક લખવા લાગ્યા.     

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts