કેશુભાઇ પટેલને કોરોના થયો, હાલ ઘરમાં જ સારવાર લઇ રહ્યા છે

ગાંધીનગર (Gandhinagar): વર્ષ 1995 અને વર્ષ 1998 થી 2001  સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂકેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો (Keshu Bhai Patel) કોરોના રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવ્યો છે. તેમની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Narendra Modi seeks Shri Keshubhai Patel's blessings on his birthday

હાલ કેશુભાઈ પટેલ ગાંધીનગર ખાતે તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેમના પીએ (PA) પણ હોમ આઇસોલેટ (home isolate) થયા છે. સૂત્રોએ જણાવ્યુ છે કે હાલ કેશુભાઈની તબિયત એકદમ સારી છે. તેઓ પોતાના નિવાસસ્થાને જ ડૉક્ટરને બોલાવીને સારવાર લઈ રહ્યા છે. હાલ તેમની તબિયત અંગે ચિંતાનું કોઈ કારણ નથી.

New faces in new Gujarat government

1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 4/08/2012 કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે GPP એટલે કે  ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યુ હતુ. પાછળથી જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધા બાદ જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયુ હતુ. 2014માં જ કેશુભાઈએ અસ્વસ્થ તબિયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ હતુ. હાલમાં તેઓ ગાંધીનગર ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે.

Gujarat is wrong. There's just 1 strain of coronavirus and all mutations  are as dangerous

દેશના મોટા મોટા રાજકરણીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા નીતિન ગડકરી બાદ અમિત શાહને ગઇકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોના કેસો (Corona Case)ને નિયંત્રિત કરવું મુશ્કેલ થઈ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 85620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે નવા 1379 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન રાજ્યમાં 14 દર્દીએ દમ તોડ્યો છે. જ્યારે રાજ્યમાં સર્વાધિક 1652 દર્દીઓ રિકવર (Corona Patients Recover) થઈને ઘરે ગયા છે.

Gujarat Covid-19 case count crosses 20,000; Ahmedabad death toll past  1,000-mark

રાજકોટમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુની વિગતો જાહેર કરવા પર આંતરિક રીતે તંત્ર પર પ્રતિબંધ છે. 24 કલાકમાં રાજકોટમાં 33 દર્દીનાં મૃત્યુ થયાં છે. જો કે, આ વિગતોને આરોગ્ય વિભાગ (health department) દ્વારા સમર્થન નથી. રાજકોટમાંથી જુદાં જુદાં આંતરિક સૂત્રોએ કહ્યું હતું કે, રાજકોટ સિટીમાં 29, ગ્રામ્ય વિસ્તારમાં 2 અને જિલ્લાના 2 એમ કુલ 33 દર્દીનાં મૃત્યુ થયાં છે. રાજકોટમાં મોતના આંકડા વધતાં ગુરુવારે આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડો.જયંતી રવિ (Dr. Jayanti Ravi) રાજકોટ પહોંચ્યાં હતાં.

Related Posts