વડોદરા: સમગ્ર રાજયમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં આરટીઈ અંતર્ગત ધો.1ના પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું હતું. વડોદરા શહેરમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ માટેની બેઠકોમાં ઘટાડો થયો હતો. આ વર્ષ 3800 જ બેઠકો ઉપલબ્ધ છે. તેથી િવદ્યાર્થીઓના વાલીઓએ ફોર્મ ભરવા ધસારો કર્યો હતો. 7938 ફોર્મની ચકાસણી પૂર્ણ થઈ છે અને તેમાંથી 6437 ફોર્મ મંજૂર થયા છે. જયારે 1501 ફોર્મ રદ્દ થયા છે. તેમ િશક્ષણ અિધકારીની કચેરીમાંથી માહિતી આપવામાં આવી છે ત્યારે રદ્દ થયેલા ફોર્મના વાલીઓએ બાળકોના ફોર્મ રદ્દ થતાં કચેરી પર ધસી આવ્યા હતા અને ચકાસણી પ્રક્રિયા અંગે નારાજગી દર્શાવી હતી.
વડોદરા િજલ્લા શિક્ષણ અિધકારીની કચેરી ખાતે વડોદરા શહેરના ધો.1ના પ્રવેશ મેળવવા માટે વાલીઓએ અનિચ્છા દર્શાવી હતી. તેથી 7938 જેટલા ફોર્મની ચકાસણી એક સપ્તાહ સુધી ચાલી હતી. જે મંગળવારે પૂર્ણ થઈ હતી. કુલ 7938 ફોર્મમાંથી 6437 ફોર્મ મંજૂર કરાયા હતા. જયારે 1501 ફોર્મ જરૂરી દસ્તાવેજ ન હોવાથી રદ્દ કરાયા હતા. િજલ્લા શિક્ષણાિધકારીની કચેરીના અિધકારી દ્વારા રદ્દ થયેલ ફોર્મ મામલે જણાવ્યું હતું કે, જે વાલીઓના આવકના દાખલા જૂના હોય રહેઠાણના પુરાવા કે ભાડા કરાર યોગ્ય ન હોય બીપીએલ કાર્ડ ન હોય, જાતિના દાખલા અન્ય રાજયોના હોય તેમજ યોગ્ય જરૂરી દસ્તાવેજ ન હોય તેવા અરજદારોના ફોર્મ રદ્દ કરાયા હતા.
હવે શક્ષણ વિભાગ દ્વારા અંતિમ નિર્ણય લેવાશે. આગામી સપ્તાહમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.જે વાલીઓનું ફોર્મ રદ્દ થયાની જાણ થતાં વાલીઓ િજલ્લા શિક્ષણાિધકારીની કચેરી પર એકઠા થઈ રહયા હતા.અને ફોર્મ ચકાસણી પ્રત્યે નારાજગી દર્શાવીને વિરોધ કરી રહયા હતા. વાલીઓએ જણાવ્યું હતું કે અમારા બાળકોના પ્રવેશ માટે ભરેલા ફોર્મ વાંધા કાઢીને રદ્દ કરવામાં આવ્યા છે. જે વાંધા હોય તે અમને જણાવે તોતે મુજબના દસ્તાવેજ અમે લાવીને અપલોડ કરીએ તેવી વ્યવસ્થા હોવી જોઈએ પહેલા બેઠકો ઓછી હોવાના કારણે જાણી જોઈને તંત્ર દ્વારા અમારા ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે.અમને લોકોને આવકના દાખલા રહેઠાણના પુરાવા જાતિના દાખલા યોગ્ય નહીં હોવાનું જણાવીને અમારા બાળકોનું પ્રવેશ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે.