આ કારણોસર આ તમામ મોટા ખેલાડીઓએ IPL-2020થી પોતાનું નામ પરત ખેચ્યું

નવી દિલ્હી : IPL-2020 ટુર્નામેન્ટ આ વખતે યુએઈમાં યોજાવા જઇ રહી છે અને એવામાં મોટા-મોટા પ્લેયરો આઈપીએલ (IPL)થી જૂદા-જૂદા કારણોસર પોતાના નામો પાછા લઈ રહ્યા છે. અત્યાર સુધી સુરેશ રૈના (Suresh Raina), હરભજન સિંહ, લસિથ મલિંગા, જેસન રોય અને કેન રિચર્ડસને આઈપીએલમાંથી પોતાના નામો પાછા ખેંચી લીધા છે. સુરેશ રૈનાની વાત કરીએ તો તેને 11 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને પારિવારિક કારણોસર તેને આઈપીએલથી પોતાનું નામ ખેંચી લીધુ છે અને તેની જગ્યાએ કયો ખેલાડી રમશે તે હાલ નક્કી કરાયુ નથી. જો કે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે રૈના ફરી વાર આઈપીએલ રમવા પરત ફરી શકે છે.

આ કારણોસર આ તમામ મોટા ખેલાડીઓએ IPL-2020થી પોતાનું નામ પરત ખેચ્યું

રૈનાનું આઈપીએલથી નામ કમી કરાવવાનું મુખ્ય કારણ સામે આવી શક્યુ નથી. પરંતુ રૈનાની વાપસી ધોની પર નિર્ભર છે એવું કહી શકાય અને રૈના ફરી વાર ટીમમાં જોવા મળી શકે છે.

આ કારણોસર આ તમામ મોટા ખેલાડીઓએ IPL-2020થી પોતાનું નામ પરત ખેચ્યું

આઈપીએલની પ્રથમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઇંન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે થનાર છે અને 19 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે અને ચેન્નાઈને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સુરેશ રૈના અને હરભજન સિંહ મહત્વની ભૂમિકા ભજવે છે અને બંને ખેલાડીઓની મહાન પ્લેયરોમાં ગણતરી થાય છે.

આ કારણોસર આ તમામ મોટા ખેલાડીઓએ IPL-2020થી પોતાનું નામ પરત ખેચ્યું

હરભજન સિંહે આઈપીએલમાં ન રમવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી. હવે ભજ્જીનાં સ્થાને ઇમરાન તાહિર તથા પીયુષ ચાવલા નજરે પડી શકે છે. તે સિવાય જેસન રોયને અગાઉ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ જતા તથા સ્કેન કરતા તે માલૂમ પડ્યુ છે. તેઓ દિલ્હીની ટીમનાં ખેલાડી છે અને તેમને 1.50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. હવે તેમના સ્થાને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ રમશે.

આ કારણોસર આ તમામ મોટા ખેલાડીઓએ IPL-2020થી પોતાનું નામ પરત ખેચ્યું

લસિથ મલિંગાની વાત કરીએ તો તે ઘણાં વર્ષોથી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે અને તેમનો અનુભવ મુંબઈ ઇન્ડિયનને જીતાડવા માટે કારગર સાબિત થાય છે તેઓ પણ આઈપીલ ટુર્નામેન્ટમાંથી પોતાના અંગત કારણોસર આઈપીએલમાંથી પોતાનું નામ પરત કર્યુ છે હવે મુંબઈ ઇન્ડિયન્સ તેમનાં સ્થાને ઓસ્ટ્રેલિયાનાં જેમ્સ પૈટિંસનને રમાડશે. આઈપીએલમાંથી નામ કમી કરાવનાર પાંચમો ખેલાડી કેન રિચર્ડ આરસીબીની ટીમનો પ્લેયર છે અને તેને 4 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો હવે તેની જગ્યાએ એડમ જંપા રમી શકે છે.

Related Posts