મકાન અને ભાડા માટે આંદોલન કરનાર સંજયનગરના ૬૦થી વધુની અટકાયત

વસાહતીઓએ થાળી વગાડી દેખાવો કરવા સાથે ટ્રાફિક તેમજ રાજય સરકારના છાજીયા લીધા

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૯વડોદરા મહાનગર પાલિકાના ભાજપા શાસકો અને માજી મ્યુનિ. કમિશનરે બીલ્ડરને ફાયદોકરાવવા વારસીયા રીંગ રોડ પર અનામત જગ્યા પર સંજયનગર ઝૂંપડપટ્ટી તોડી નાખીને કરોડોની ની જમીન બીલ્ડર(Land builder)ને આવાસના મકાનો બનાવવા આપી હતી.આજે પાંચ વર્ષ બાદ વસાહતીઓને મકાન આપેલ નહીં છેલ્લા ૧૭ માસથી મકાનો આપેલ નહીં છલ્લા છ માસથી બીલ્ડરેભાડુ આપવાનું બંધ કરતા આંદોલનના માર્ગે ચઢેલા વસાહતીઓએ થાળીઓ વગાડી દેખાવો કરવા સાથે શાસક અને બીલ્ડરના છાજીયા લેતા વાતાવરણ ગરમાતા પોલીસ વસાહતીઅોનું આંદોલન(Movement) તેમજ બીલ્ડરના કહેવાથી દબાવી દેવા પોલીસે ૬૦ લોકોની અટકાયત કરી હતી. વડદોરા મહાનગર પાલિકાના માજી મ્યુનિ. કમિશનર ડો. વિનોદ રાવે શહેરને સ્માર્ટસીટી (Smarat City) હેઠળ વારસીયા રીંગ રોડ પર સંજયનગર ઝુંપડપટ્ટી તોડી નાખી હતી. વસાહતીઅોને અઢાર માસમાં તે જગ્યામાં બનનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવા જણાવ્યું હતું. આ જગ્યા અનામત હોવાથી યોજના શરૂ થઈ શકી ન હતી. ભાજપા શાસકો તેમજ કમીશનરે કમાવી લેવાની ઘેલછામાં રાજય સરકાર હસ્તકની જમીન જિલ્લા કલેકટર (District Collector of Land)થકી પાલિકા(Municipality)માં લેવાની કોઈ કોશીશ કરી ન હતી. આજે ચાર વર્ષ થવા છતાં વસાહતીઓને મકાનો ફાળવવાતો ઠીક યોજનાનું કામ શરૂ થયેલ નથી. ઍટલુ જ નહીં બીલ્ડરે માસીક ૨૦૦૦ ભાડુ (Builder rents 2000 per month)આપવા બંધ કરતા અનેક વખત રહીશોઍ પાલિકામાં ધાંધલ ધમાલમચાવેલ હતી. છ માસથી બીલ્ડરે ભાડુ નહીં ચૂકવતા લોકડાઉનમાં રહીશોની હાલત દયનીય (The condition of the residents in the lockdown is pitiable) બની છે. ત્યારે રહીશોઍ આંદોલન(Movement)નો માર્ગ અપનાવ્યા છે. ત્રીજા દિવસના ધરણા દરમિયાન રહીશોઍ કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં પોઢી રહહેલા શાસક જિલ્લા કલેકટર તેમજ રાજય સરકારને જગાડવા માટે થાળી વગાડી દેખાવો અને શાસકોની હાય હાય બોલાવી હતી. પોલીસે બીલ્ડર અને શાસકોનો હાથો બનાવીને રહીશોનું આંદોલન કચડી નાખવા કોશીશ કરતા રહીશો અને પોલીસો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ૬૦ લોકોની અટકાયત કરી હતી. પાલિકાઍ આ કામગીરી અન્ય બીલ્ડરને સોંપવા કાર્યવાહી શરૂ કરેલ હોય મામલો વધુ ગરમાયો છે.

Related Posts