SMC કમિશનરે શ્રમજીવી વિસ્તારમાં ફુડપેકેટનું વિતરણ કર્યુ

શહેરમાં કોરોનાનો પોઝીટીવ કેસ તો છેલ્લા 48 કલાકમાં એક પણ નોંધાયો નથી. પરંતુ હવે લોકલ ટ્રાન્સમિશનનના કારણે સાવચેતી રાખવાની જરૂર છે. જેથી શહેરમાં લોકડાઉનનું સંપુર્ણપણે પાલન કરવું પણ અતિઆવશ્યક છે. જેના પગલે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની શહેરમાં વિવિધ વિસ્તારોમાં લોકડાઉનની પરિસ્થિતિ જોવા માટે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે.

જે અંતર્ગત આજે મનપા કમિશનરે ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલા સંજયનગર વસાહત ખાતે શ્રમિકોની રૂબરૂ મુલાકાત લીધી ગતી. મનપા કમિશનરની સાથે સાથે કલેક્ટર ડો.ધવલ પટેલ, તેમજ મહેન્દ્ર પટેલ પણ સ્થળ વિઝીટ કરવા નીકળ્યા હતા. તે ઉપરાંત રાંદેર ઝોન વિસ્તારમાં અડાજણ ગામ, ગુજરાત ગેસ સર્કલ પાસે શ્રમજીવી કોલોનીના પરિવારો તેમજ સ્ટાર બજારની પાછળ ધોબીના ખાચાના પરિવારોને ગ્રોસરી કીટ તથા ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Posts