અમદાવાદમાં કર્ફ્યુના પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી

ગાંધીનગર: રાજ્યમાં પ્રથમ વાર થયેલા લોકડાઉન (Lockdown) ની યાદો આજે ફરી તાજા થઈ ગઈ છે. શુક્રવારે નવ વાગ્યાથી સોમવાર સવાર છ વાગ્યા સુધી અમદાવાદ શહેર માં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. પરિણામે લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ (The necessities of life) ખરીદવા માટે બજારમાં ભારે ભીડ (Huge crowd in the market) જમાવી હતી. હજુ વધારે કર્ફ્યુ લંબાવાશે તેવી અફવાને પગલે બજારમાં ભારે અફડાતફડી સર્જાઇ હતી. ગુરુવારે રાત્રે સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં કર્ફ્યુ (Curfew in Ahmedabad city) ની જાહેરાત કરાઇ હતી. જેના પગલે આજે વહેલી સવારથી જ લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારમાં ઊમટી પડ્યા હતા. શહેરમાં કાલુપુર ચોખા બજાર, માધુપુરા માર્કેટ તેમજ મોલ્સમાં લોકોની ભારે ભીડ (Huge crowds of people in malls) જામી હતી.

અમદાવાદમાં કર્ફ્યુના પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી

આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distance)ના ભારે ધજાગરા ઉડ્યા હતા. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુ માટે કરફ્યુ લાદવામાં આવ્યો છે, પરંતુ આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં લોકોએ ચીજ વસ્તુઓની ખરીદી માટે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. લોકોની ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પાલન ન થતાં શહેરના શ્યામલ વિસ્તારમાં આવેલો ડી માર્ટ મોલ તેમજ અન્ય મોટા મોલને બંધ કરી દેવાની ફરજ પડી હતી.

અમદાવાદમાં કર્ફ્યુના પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી

શહેરીજનોને અગાઉ લગાવવામાં આવેલા લોકડાઉનની યાદ તાજા થઇ ગઇ હતી, અને જેમ તબક્કાવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તેમ ધીમે ધીમે કર્ફ્યુ વધારવામાં આવશે, તેવી અફવાને પગલે લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો મોટી સંખ્યામાં સ્ટોક કરી લીધો હતો. કેટલીક દુકાનોમાં તો ચીજ વસ્તુઓ ખોટી પડી હતી. લોકો શાકભાજી અને ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા આ સ્થિતિને જોતાં વેપારીઓએ પણ ભાવ બમણો વધારો કરી દીધો હતો.

અમદાવાદમાં કર્ફ્યુના પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી

શાકભાજીના ભાવ તો જાણે આસમાને પહોંચ્યા હોય તેમ વધારો થયો હતો. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ લોકોએ શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે બજારોમાં ભારે ભીડ જમાવી હતી. બીજી તરફ વેપારીઓએ પણ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચીજ વસ્તુઓમાં ભાવ બમણા કરી દીધા હતા. શાકભાજીમાં ડુંગળીનો ભાવ એક કિલો એ 100 થી 150 સુધી પહોંચી ગયો હતો. જ્યારે તેલના ડબ્બામાં પણ વેપારીઓએ 50 થી 200 રૂપિયા વધારી દીધા હતા.

Related Posts