શહેરમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારાઓ આ રીતે CCTVમાં કેદ થશે

સુરત: (Surat) દિવાળી પર્વોત્સવ દરમિયાન શહેરીજનોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરી બેદરકારી દાખવી હોવાના પરિણામે પ્રતિદિન કોરોનાવાયરસના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાવાયરસના બીજા તબક્કાના ગંભીર સંક્રમણને ધ્યાને લઈ શહેરીજનોના આરોગ્યની તકેદારી માટે મેયર ડો.જગદીશ પટેલ, મનપા કમિશનર બંછાનિધિ પાની, પોલીસ (Police) કમિશનર અજય તોમર દ્વારા સંયુકત અપીલ કરવામાં આવી છે કે, સુરત શહેર વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ, ઔદ્યોગિક એકમો, ડાયમંડ અને ટેક્સટાઈલ યુનિટો, કારખાનાં, ફેક્ટરીઓ, મોલ, માર્કેટો વગેરેમાં લગાડવામાં આવેલા સીસીટીવી (CCTV) કેમેરાઓનો ઉપયોગ કરી સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ દ્વારા કોવિડ–19ની ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. સાથે જ શહેરમાં આવેલી તમામ આંતરિક સોસાયટીઓમાં પણ સ્વચ્છ સુરક્ષા ધ્રુવ સમિતિ કાર્યરત કરવામાં આવશે.

શહેરમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારાઓ આ રીતે CCTVમાં કેદ થશે

શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઈ, મનપા દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની અપીલ કરી છે. શહેરની તમામ સોસાયટીઓને, મોલ સંચાલકો, ટેક્સટાઈલ યુનિટો, ડાયમંડ યુનિટોને અપીલ કરવામાં આવી છે કે, તમામ સુરક્ષા કવચ સમિતિઓએ ધ્યાન રાખવાનું રહેશે કે, લોકો દ્વારા ફરજિયાત માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું તથા સેનિટાઈઝરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? તે બાબતે ચકાસણી હાથ ધરવામાં આવશે તથા શહેરમાં આવેલા તમામ આંતરિક સોસાયટીઓમાં પણ સ્વચ્છ સુરક્ષા ધ્રુવ સમિતિ કાર્યરત કરવામાં આવશે. સીસીટીવી કેમેરાઓ દ્વારા ચકાસણી દરમિયાન જે વ્યક્તિઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરી બેદરકારી દાખવશે તથા માસ્ક ન પહેરી સામાજિક અંતર ન જાળવશે તેઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારાઓ આ રીતે CCTVમાં કેદ થશે

અલથાણમાં મનપાની ટીમ ટેસ્ટ કરવા ગઈ અને લોકો ભાગ્યા

સુરત: શહેરમાં કોરોનાના સંક્રમણને નાબૂદ કરવા માટે મનપાની ટીમ દ્વારા ટેસ્ટિંગ વધારાયું છે. શહેરના ઘણા વિસ્તારોમાં મનપાની ટીમ જઈ ધન્વંતરી રથ મૂકી અને બસમાં મનપાની ટીમ જઈ લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી રહી છે. પરંતુ શહેરીજનો ટેસ્ટિંગના નામે જ ગભરાઈ રહ્યા છે અને ટેસ્ટ કરાવતા નથી. અલથાણમાં પણ આવાં જ દૃશ્યો જોવા મળ્યાં હતાં. મનપાની ટીમ લોકોનાં ટેસ્ટ કરવા પહોંચી હતી. પરંતુ લોકો રીતસર ત્યાંથી ભાગવા લાગ્યા હતા.

સેન્ટ્રલ ઝોનમાં હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર દર્દી સામે પોલીસ ફરિયાદ

પ્રવર્તમાન કોરોનાવાયરસની મહામારી દરમિયાન જે લોકોને કોરોનાવાયરસનું સંક્રમણ થયું હોય તેમને અને તેઓના પરિવારને સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવે છે. જેથી કોરોનાવાયરસનું સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય. શુક્રવારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કોરોના પોઝિટિવ વ્યક્તિ સુરત મહાનગરપાલિકા દ્વારા ચકાસણી કરાતાં તેઓ પોતાના ઘરમાં હાજર ન હતા. જેથી તેઓએ COVID-19ના નિયમોનો ભંગ કરેલ હોવાથી તેઓ વિરુદ્ધ એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ હોમ ક્વોરન્ટાઈનના નિયમના ભંગ બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Related Posts