સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પૂર પ્રકોપ : NDRF સહિત 14 ટીમો બચાવ ઓપરેશનમાં જોડાઈ

ગાંધીનગર: રાજયમાં સોમવારે પણ સૌરાષ્ટ્ર (saurashtra) અને ઉત્તર ગુજરાત (North Gujarat)માં ભારે વરસાદ (Heavy rain)ના પગલે પૂરની સ્થિતિ પેદા થવા પામી હતી. જેના પગલે રાજયમાં આ બન્ને પ્રદેશોમાં NDRFની 13 અને સ્ટેટની એક બચાવ ટીમ સહિત 14 ટીમો બચાવ રાહત કાર્યોમાં જોડાઈ છે. બીજી તરફ રાજયમાં મોરબી, સાબરકાંઠા (Sabarkantha) અને તાપીમાં જુદી જુદી ઘટનાઓમાં 7 વ્યકિત્તઓનું પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ થયું છે. ખાસ કરીને અમરેલી (Amreli) માં 1 , દ્વારકામાં 1, ગીર સોમનાથમાં 1, છોટા ઉદેપુરમાં 1, નવસારીમાં 1, દાહોદમાં 1, બનાસકાંઠામાં 1, મહીસાગરમાં 1, મોરબીમાં 1, વલસાડમાં 1 સુરતમાં 1 અને પાટણમાં 1 એમ કુલ 13 ટીમો, જયારે રાજકોટમાં સ્ટેટની બચાવ ટીમ પણ કાર્યરત છે.

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પૂર પ્રકોપ : NDRF સહિત 14  ટીમો બચાવ ઓપરેશનમાં જોડાઈ

રાજયમાં છેલ્લા 24 કલાકમાં જામનગરના જોડિયામાં સાડા તેર ઈંચ, કડીમાં 13 ઈંચ વરસાદ થયો હતો. જયારે આજે સોમવારે રાજયમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 233 તાલુકાઓમાં ભારે વરસાદ (Heavy rainfall in 233 talukas) થયો છે. જેમાં કચ્છના અબડાસામાં 7 ઈંચ, ગોંડલમાં 7 ઈંચ, દ્વારકા નજીક ભાણવડમાં 6.6 ઈંચ, જામજોધપુરમાં 5.4 ઈંચ, લખપતમાં 5 ઈંચ, પાટણના સાંતલપુરમાં 4 ઈંચ, ધોરાજીમાં 4 ઈંચ, અમરેલીના વડિયામાં 4 ઈંચ, પાટણના સમીમાં 4 ઈંચ વરસાદ થયો હતો. એકંદરે રાજયમાં 97 તાલુકાઓ એવા છે કે જેમાં 7થી 1 ઈંચ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પૂર પ્રકોપ : NDRF સહિત 14  ટીમો બચાવ ઓપરેશનમાં જોડાઈ

ભારે વરસાદ (Heavy rain)ના પગલે રાજયમાં આજે સાંજ સુધીમાં અંદાજિત 1600થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદ જિલ્લામાં માંડલ , સિદ્ધપુર, ગાંધીનગર (Gandhinagar), બેચરાજી, મહેસાણા સીટી ,સાબરકાંઠાના તલોદમાં , રાજકોટ નજીક ધોરાજી અને રાજકોટ સીટીમાં આ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જામનગર-ગોંડલમાં મંદિરો પાણીમાં ગરકાવ, કચ્છના હમીરસરમાં નવા નીર આવ્યા, ટપ્પર ડેમ છલકાયો

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પૂર પ્રકોપ : NDRF સહિત 14  ટીમો બચાવ ઓપરેશનમાં જોડાઈ

કચ્છ (Kutch)માં સતત બે દિવસથી થઈ રહેલા ભારે વરસાદના પગલે ભૂજમાં હમીસર તળાવમાં નવા નીર આવ્યા છે. જયારે કચ્છમાં પાણી માટે જીવા દોરી સમાન ટપ્પર ડેમ છલકાયો છે. ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 12 ગામોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત આજે જામનગર અને ગોંડલમાં પણ પૂરની સ્થિતિ વણસી હતી. ખાસ કરીને જામનગરમાં દરેડમાં આવેલું ખોડિયાર મંદિર (Khodiyar temple) પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. તેવી જ રીતે ગોંડલમાં આવેલું અક્ષ મંદિર પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મોરબીમાં ભારે વરસાદના કારણે મચ્છુ ડેમ – 2 (Machchu Dam – 2)ના દરવાજા ખોલવામાં આવતા પૂરના પાણી હવે હાઈવે પર ફરી વળ્યાં હતા. જેના પગલે મોરબી-કચ્છ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. કચ્છમાં પણ ભારે વરસાદના પગલે કેટલાયે ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યાં છે.

24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પૂર પ્રકોપ : NDRF સહિત 14  ટીમો બચાવ ઓપરેશનમાં જોડાઈ

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારકા આજે ચેતવણી આપવામાં આવી હતી કે રાજયમાં આગામી 24 કલાકમાં બનાસકાંઠા , પાટણ , નવસારી , વલસાડ , મહેસાણા , સાબરકાંઠા , ગાંધીનગર , અમદાવાદ , સુરત , જામનગર , જુનાગઢ , મોરબી અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના સાગરકાંઠે પ્રતિ કલાકના 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના પગલે દરિયો તોફાની રહેવાની સંભાવના છે. જેના પગલે માછીમારોએ તા.24થી 28મી ઓગસ્ટ સુધીમાં દરિયો ખેડવા જવું નહીં તેવી ચેતવણી આપવામાં આવે છે.

ભારે વરસાદમાં રાજ્યમાં 7નાં મોત

મોરબી (Morbi) માં આજે હળવદ તાલુકામાં ગુજકેટની પરીક્ષા આપવા નીકળેલા પિતા-પુત્રનું મોત નીપજયું હતું. મોરબીમાં શેખરડીમાં મહાનદીનો કોઝ વે છલકાઈ જતાં તેમાં કાર ખેંચાઈ ગઈ હતી. જેમાં ત્રણ વ્યકિત્તઓના મોત થયા હતા. જયારે સાબરકાંઠામાં ઢોર ચરાવવા ગયેલા એક વ્યકિત્તનું વાંઘામાં પાણીના ફોર્સમાં તણાઈ જવાથી મૃત્યુ થયું. તાપીના ડોલવણમાં કાચું મકાન પડી જવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું.

Related Posts