સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ : બનાસકાંઠા, ગીર સોમનાથ, રાજકોટ, દ્વારકા, જુનાગઢમાં દેમાર વરસાદ

ગાંધીનગર : બંગાળના અખાત (Bay of Bengal) પરથી સરકીને ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમ (Low pressure system)ની અસર હેઠળ ગુજરાતમા આજે રવિવારે સૌરાષ્ટ્ર – ઉત્તર ગુજરાત (Saurashtra – North Gujarat)માં ભારે વરસાદ (Heavy Rain) થયો છે. જયારે સમગ્ર રાજયમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 245 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ગીર સોમનાથ (Gir Somnath)ના સૂત્રાપાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજયમાં હજુયે આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા (Banaskantha), દ્વ્રારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી (Heavy rain warning) આપવામા આવી છે.

સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ : બનાસકાંઠા, ગીર સોમનાથ, રાજકોટ, દ્વારકા, જુનાગઢમાં દેમાર વરસાદ


રવિવાર સાંજ સુધીમાં બનાસકાંઠા (Banaskantha)ના દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો, મોરબી તાલુકામાં 6 ઈંચ, દ્વ્રારકાના કલ્યાણપુર (Kalyanpur)માં 5.5 ઈંચ, જામનગર તાલુકામાં 5.5 ઈંચ, પંચમહાલના હાલોલમાં 5.4 ઈંચ, બોટાદના ગઢડામાં 5 ઈંચ, જુનાગઢના વિસાવદરમાં 5 ઈંચ, રાજકોટ સીટી તાલુકામાં 5 ઈંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં 5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 4.7 ઈંચ, જુનાગઢના મેંદરડામાં 4.5 ઈંચ, માળીયામાં 4 ઈંચ અને પંચમહાલના મોરવા હડફમાં 4 ઈંચ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ : બનાસકાંઠા, ગીર સોમનાથ, રાજકોટ, દ્વારકા, જુનાગઢમાં દેમાર વરસાદ


સૌરાષ્ટ્ર (Saurashtra)માં સતત થઈ રહેલા ભારે વરસાદના પગલે ઊભા પાકને ભારે નુકસાન (Heavy damage to standing crops) થયુ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદના પગલે અહીં નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ગીર ગઢડામાં પણ સાંબેલાઘાર વરસાદ થયો છે. ભાવનગર – બોટાદમાં પણ ભારે વરસાદના પગલે નદીઓ – ચેકડેમ છલકાયા (Checkdam flooded) છે. ગોંડલમાં ભારે વરસાદના પગલે જૂની માંગણી ગામમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોના કપાસ – મગફળી (Cotton – Peanuts)ના પાકોને ભારે વરસાદથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં 1થી 8 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ : બનાસકાંઠા, ગીર સોમનાથ, રાજકોટ, દ્વારકા, જુનાગઢમાં દેમાર વરસાદ

રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (Emergency Operations Center)ના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, અબડાસામાં 8 ઈંચ, મુદ્રામાં 7.4 ઈંચ, સુરતના કામરેજમાં 5 ઈંચ, સુરત (Surat)ના માંગરોળમાં 6 ઈંચ ,પલસાણા (Palsana)માં 4.9 ઈંચ, ગણદેવીમાં 4.9 ઈંચ, નવસારીમાં 4.8 ઈંચ, સુરતના મહુવામાં 4.6 ઈંચ , બારડોલીમાં 4.6 ઈંચ , વિસાવદરમાં 4.4 ઈંચ , ચીખલીમાં 4 ઈંચ , ગીર સોમનાથના સૂત્રાપાડામાં 4 ઈંચ , દ્વ્રારકામાં 4 ઈંચ , તાપીના ડોલવણમાં 4 ઈંચ , તાપીના વાલોડમાં 4 ઈંચ , જુનાગઢના કેશોદમાં 4 ઈંચ , વંથલીમાં 4 ઈંચ નવસારીના જલાલપોરમાં 4 ઈંચ અને વલસાડ (Valsad)ના ઉમરગામમાં 4 ઈંચ વરસાદ થયો છે. રાજયમાં 136 તાલુકાઓ એવા છે કે જયાં 1થી 8 ઈંચ જેટલો ભારે વરસાદ થયો છે.

Related Posts