પાંચ કર્મચારી પોઝીટીવ આવવા છતાં સત્તાધિશોએ પગલાં નહીં લેતાં ભયનો માહોલ

કંપનીના સંચાલકો સામે કોરોના ગાઈડલાઈન ભંગના પગલાં લેવા માંગ

(પ્રતિનિધિ) વડોદરા, તા.૧૫ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ફાઇન કેર ફાઇનાન્સ કંપનીનાના પાંચ કર્મચારી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા તકેદારીના કોઈપણ પગલાં ન લેવાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ફાઈનાન્સ બેંક માં પાંચ કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવા છતાં બેંક ચાલુ રાખવામાં આવતા અન્ય કર્મચારીઓ માં ભયનો માહોલ છવાયો હોવાનું જાણવા મળ્યું હતું.

ગત ગુરુવારે બે કર્મચારી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ  પણ માર્કેટિંગ માટે  કર્મચારીઓ ને સંગમ ઉભા કર્યા હતા.  માર્કેટિંગમાંથી શનિવારે વધુ ત્રણ કર્મચારીના રિપોર્ટ ના પોઝિટિવ આવ્યા હોવા છતાં બેંકમાં કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા નથી અને કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્ના છે. જેના કારણે કર્મચારીઓને પોતાના સ્વાસ્થ્ય સામે જોખમ લેવાની ફરજ પડી રહી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે કોંગ્રેસના અગ્રણી અને વકીલ શૈલેષ અમીને જણાવ્યું હતું કે નિયમ મુજબ બેંકમાં કોઈ કર્મચારી પોઝિટિવ આવ્યા હોય તો બેંકને બે ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવતી હોય છે અને તેને સેનેટાઈઝર કરી ફરી શરૂ કરવામાં આવે છે તે નિયમ ફાઇનાન્સ કંપનીને પણ લાગુ પડે છે તેમ છતાં આ કંપનીના સંચાલકો દ્વારા કોરોના ની ગાઈડલાઈન નો ભંગ કર્યો છે.

Related Posts