શહેરમાં વધુ પાંચનાં મોત, કુલ મૃતાંક 160

સુરત :(Surat) શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે અને રવિવારે વધુ પાંચ દર્દીનાં(Patient) મોત નીપજ્યાં હતાં અને મોતનો આંકડો 160 ઉપર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રવિવારે કોરોનાના(Corona) કારણે સૌથી વધુ મોત નીપજ્યાં હતાં. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ વધુ ત્રણ મોત નીપજ્યાં હતાં.

શહેરમાં વધુ પાંચનાં મોત, કુલ મૃતાંક 160

પ્રાપ્ત માહિતી મુજબ કતારગામમાં રહેતા 85 વર્ષિય વૃદ્ધાને બ્લડપ્રેશરની બીમારી હતી. સાથે જ કોરોના પોઝિટિવ(Corona Positive) આવ્યો હતો. જ્યારે ડભોલીમાં 55 વર્ષિય મહિલાને પણ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી હતી. ઉપરાંત વરાછાના એ.કે.રોડ ઉપર રહેતા 57 વર્ષીય આધેડને પણ ડાયાબિટીસ, કિડની અને બ્લડપ્રેશરની બીમારી હતી. જ્યારે પાંડેસરામાં રહેતા 75 વર્ષિય વૃદ્ધને પણ બ્લડપ્રેશરની બીમારી હતી અને તમામને કોરોના પોઝિટિવ આવતાં નવી સિવિલમાં દાખલ કરાયા હતા. ઉપરાંત સગરામપુરામાં રહેતા 72 વર્ષિય વૃદ્ધને કોરોનાની સાથે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બીમારીથી મિશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તમામનાં રવિવારે મોત થયાં હતાં. શહેરમાં કોરોનાનાં મોતનો આંકડો 160 ઉપર પહોંચી ગયો છે. જ્યારે સુરત જિલ્લામાં પણ વધુ ત્રણનાં મોત સાથે શહેર અને જિલ્લામાં કુલ 174 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

શહેરમાં વધુ પાંચનાં મોત, કુલ મૃતાંક 160

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કુલ 572 અને ટેક્સટાઇલના 89 લોકો કોરોના સંક્રમિત થયા

શહેરમાં રવિવારો કોરોનાના 174 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 33 રત્નકલાકારો અને બે ટેક્સટાઇલ વ્યવસાય સાથે જોડાયા છે. આજ સુધી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કુલ 572 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 89 ટેકસ્ટાઇલ સાથે સંકળાયેલા છે. તે માટે મનપા દ્વારા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોને સાવચેતી માટેની તકેદારીઓ રાખવા માટે અપીલ કરવામા આવી છે. મનપાએ કારીગરોને ફરજિયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ વારંવાર હાથ ધોવા અને સેનેટાઇઝ કરવાની અપીલ કરી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા એસઓપીનું પણ ચુસ્તપણે પાલન કરવાની સુચના પાલિકા કમિશનરે આપી છે, તે ઉપરાંત 105 ધન્વંતરી રથના માધ્યમથી શહેરીજનો સ્વાસ્થ્ય સેવાનો લાભ લે તેવુ પણ કહેવામાં આવ્યુ છે.

શહેરમાં વધુ પાંચનાં મોત, કુલ મૃતાંક 160

રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સેન્ટ્રલ ઝોનમાં 15, વરાછા-એ ઝોનમાં 23, વરાછા-બી ઝોનમાં 18, રાંદેર ઝોનમાં 19, કતારગામ ઝોનમાં 66, લિંબાયતમાં 10, ઉધનામાં 6, અઠવામાં 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ રવિવારે વધુ 78 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. અને અત્યારસુધીમાં કુલ 2652 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં જ્યારથી અનલોક શરૂ થયું છે ત્યારથી કતારગામ ઝોનમાં કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં કતારગામ ઝોનમાં કુલ 1121 પોઝિટિવ કેસો છે. જે સૌથી વધુ છે. અને સૌથી ઓછા કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે. અઠવા ઝોનમાં કુલ પોઝિટિવ કેસ માત્ર 216 જ છે. રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં આઈ.પી.એસ અધિકારી, સરથાણા પોલીસ સ્ટેશનના કર્મચારી, મનપાના વધુ 2 કર્મચારી, નવી સિવિલના નર્સ, ઈન્શ્યોરન્સ કન્સલટન્ટ, શાકભાજી વિક્રેતા, કરીયાણાના દુકાનદાર, મનપાની સીટી લીંક સેવામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મનપાના કર્મચારી, સુથાર, બાપ્સના નર્સ, જી.ટી.પી.એલમાં કામ કરતા કર્મચારી, પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર, યુનાઈટેડ ગ્રીનના નર્સ, મનપાના વરાછા ઝોનના ક્લાર્ક , શાકભાજી વિક્રેતા, રામા પેપરના મેનેજર, ફર્નીચરના દુકાનદાર, સરદાર માર્કેટના શાકભાજી વિક્રેતા, તેમજ વધુ 33 રત્નકલાકારો ચપેટમાં આવ્યા છે.

Related Posts