Gujarat

પાટણમાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રેગીંગના કારણે મોત

ગાંધીનગર : પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના વિદ્યાર્થીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.

  • સિનિયરોએ ત્રણ કલાક ઊભો રાખીને ઇન્ટ્રોડક્શન આપવાનું કહેતા તે ઢળી પડ્યો હતો
  • મેડિકલ કોલેજ ઓથોરિટી દ્વારા દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણિયા અહીં અભ્યાસ કરતો હતો. તેણે એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. ગઈકાલે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું. જેના કારણે 18 વર્ષીય યુવકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પગલા લેવાઈ શકે છે.

ધારપુર મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે ગતરોજ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સતત ત્રણ કલાક ઊભા રાખીને તેઓનું ઇન્ટ્રોડેક્શન આપવાની વાત કરી હતી. તે દરમ્યાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું.

મેડિકલ કોલેજ ઓથોરિટી દ્વારા દ્વારા તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કર્યાનું સામે આવશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે પાટણ સિવીલમાં પેનલ ડોક્ટર અને વિડીયોગ્રાફી સાથે વિદ્યાર્થીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું.

Most Popular

To Top