કંગનાના કુલ્લુના ઘરની બહાર થયુ ફાયરિંગ

સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં સતત ન્યાયની માંગ કરી રહેલી કંગના રનૌતે તેના ઘરની બહાર ત્રણ ગોળીઓ ચાલી હોવાનો દાવો કર્યો છે. આ ઘટના શુક્રવારની રાતની હોવાનું જાણવા મળે છે. અહેવાલો અનુસાર કંગનાની ફરિયાદ બાદ ત્યાં એક પોલીસ ટીમ ગોઠવવામાં આવી હતી, જે દરેક મુલાકાતીની તપાસ કરી રહી છે.

Kangana Ranaut claims Sushant Singh Rajput faced 'emotional ...

જોકે, પ્રારંભિક તપાસમાં કુલ્લુ પોલીસને કોઈ દુષ્કર્મના પુરાવા મળ્યા નથી. જો કે, કંગનાનું માનવું છે કે સુશાંત રાજપૂતના કેસમાં તેના તાજેતરના નિવેદનો પછી તેને ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

Kangana Ranaut: 'The government should demolish Twitter, start ...

કંગનાએ કહ્યું કે, ‘હું મારા બેડરૂમમાં હતી. લગભગ રાતના સાડા અગિયાર વાગ્યા હતા. અમારી પાસે ત્રણ માળનું મકાન છે. પાછળ બાઉન્ડ્રીની દિવાલ છે જેની પાછળ એક સફરજનનો બગીચો અને જળ બોડી છે. મેં સાડા અગિયાર વાગ્યાની આસપાસ ફાયરિંગનો અવાજ સંભળાવ્યો. મને લાગ્યું કે ફટાકડાનો અવાજ હોઇ શકે. પછી બીજો શોટ આવ્યો.હું સાવચેત થઇ ગઇ કારણ કે તે ખરેખર ફાયરિંગ હતુ. અમે ઘરમાં પાંચ લોકો છીએ અને બધાએ જ તે અવાજ સાંભળ્યો. બધાને લાગ્યું કે તે પિસ્તોલનો અવાજ છે. તે ફટાકડાનોઅવાજ નહોતો. તેથી અમે પોલીસને ફોન કર્યો’.

Kangana Ranaut Slams Bollywood For Sushant Singh Rajput Suicide ...

જયારથી સુશાંત (Sushant Singh Rajput’s suicide case) નું અવસાન થયુ છે, એક વ્યકતિ કે જેણે બધાની ઊંઘ ઉડાડી દીધી છે એ છે કંગના રનૌત. કંગના (Kangana Ranaut) એ કરણ જોહર (Karan Johar) , મહેશ ભટ્ટ (Mahesh Bahtt) જેવા લોકો પર સુશાંતની આત્મહત્યાના ગુનાના આરોપો લગાડયા હતા. કરણ જોહરે સોશિયલ મિડીયા છોડી દીધુ અને ડિપ્રેશનમાં છે. આ અગાઉ કંગનાએ રિતિક રોશન સાથે પંગો લીધો હતો. કંગનાએ સ્વરા ભાસ્કર અને તાપ્સી પન્નુને ‘બી ગ્રેડ’ એકટ્રેસ કહી હતી.

સુશાંતના પિતાના વકીલે કહ્યુ કે કંગનાએ કરેલા દાવાઓને સુશાંતના કેસ સાથે લેવા દેવા નથી

જો કે હાલમાં સુશાંતના પિતના વકીલે એક ઇન્ટરવ્યુમાં કંગનાની એકશનસ વિશે ખુલાસો કરતા કહ્યુ કે કંગનાએ અત્યાર સુધી એકપણ વાર સુશાંતના પરિવાર અથવા તેના પિતા કે.કે.સિંઘ સાથે સંપર્ક કર્યો નથી. તેમણે ઉમેર્યુ કે કંગનાએ કરેલા નેપોટિઝિમ (nepotism) ના દાવાઓને સુશાંતના કેસ સાથે કોઇ લેવા દેવા નથી. સુશાંતના પિતના વકીલે ઉમેર્યુ કે સુશાંતનો પરિવાર કંગનાએ કરેલા કોઇપણ દાવાને સમર્થન કરતુ નથી.

Related Posts