મંગળવારે સવારે દિલ્હીના દ્વારકા સેક્ટર-13માં એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આખી ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી, જેના પછી આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. પોતાને બચાવવા માટે એક પરિવારના સભ્યોએ સાતમા માળેથી નીચે કૂદી પડ્યા. આ અકસ્માતમાં એક પુત્ર, એક પુત્રી અને પિતાનું મોત નીપજ્યું. આ ઘટના મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.
બિલ્ડિંગમાં આગ લાગવાની માહિતી મળ્યા બાદ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફાયર ફાઇટર આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સવારે લગભગ 10 વાગ્યે દ્વારકાના એક એપાર્ટમેન્ટના છઠ્ઠાં માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. ફ્લેટમાં આગ લાગવાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લેટમાં બે-ત્રણ લોકો ફસાયેલા હોઈ શકે છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આગનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટનો માહોલ છે અને આસપાસના વિસ્તારમાં ભીડ એકઠી થઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દ્વારકા સેક્ટર 13 માં આવેલી શપથ સોસાયટીના 8મા અને 9મા માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બે બાળકો (એક છોકરો અને એક છોકરી, બંને 10 વર્ષના) પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા અને તેમને આકાશ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં આ બાળકોના પિતા, યશ યાદવ (35 વર્ષ) પણ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા અને તેમને IGI હોસ્પિટલમાં પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યશ યાદવ ફ્લેક્સ બોર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
યશ યાદવની પત્ની અને મોટો દીકરો આગમાંથી બચી ગયા છે અને સુરક્ષિત છે. તેમને તબીબી સહાય માટે IGI હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સોસાયટીના તમામ રહેવાસીઓને ખાલી કરાવવામાં આવ્યા છે. વીજળી અને PNG કનેક્શન જેવી બધી સુવિધાઓ કાપી નાખવામાં આવી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે DDA અને MCD ને જાણ કરવામાં આવી છે. પરિવારને મદદ કરવા માટે આકાશ અને IGI હોસ્પિટલમાં ટીમો તૈનાત કરવામાં આવી છે.
