જાણો સિનેમાહોલ ક્યારથી શરૂ થશે ?

લોકડાઉનનો ચોથો ફેઝ હશે, જે સોમવાર 18 મેથી શરૂ થઈ ગયો છે અને 31 મેનાં ખત્મ થશે. આ સમગ્ર મુદ્દે એક વાતચીતમાં PVRનાં ચેરમેન અને એમડી અજય બિજલીએ જણાવ્યું કે 15 જૂનની આસપાસ શૉપિંગ મૉલ ખુલી શકે છે. ઉલ્લેખનીય છે કે માર્ચનાં અંતથી દેશમાં તમામ જગ્યાએ શૉપિંગ મૉલ અને સિનેમા હૉલ બંધ છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ કેન્દ્ર સરકાર અને રાજ્યોને લૉકડાઉન ચાલું રાખવાનાં નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. જે પ્રમાણે સિનેમા હૉલ, શૉપિંગ મૉલ, જિમ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર, ઑડિટોરિયમ અને અસેમ્બલી હૉલ બંધ રહેશે. અજય બીજલી કહે છે કે સિનેમા હૉલમાં બેસવા માટેનાં કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવી શકે છે.

લૉકડાઉન બાદ જલદી-જલદી ફિલ્મો રીલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 15 મેનાં PVRએ ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર ફિલ્મોની રીલીઝને ધ્યાનમાં રાખતા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતુ. આ નિવેદન દ્વારા તેમણે ફિલ્મ મેકર્સને નિવેદન કર્યું કે તેમની ફિલ્મોની રીલીઝ થિયેટર ખુલવા સુધી થંભાવી રાખે.

Related Posts