ગાંધીનગર : દેશની સાથે હવે રાજ્યમાં પણ કોરોના કેસ (Corona Case) નાં સતત કેસો વધી રહ્યા છે અને આ વધતા કેસો ચિંતાનો વિષય છે. કારણ કે આ મહામારી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય તેવો રોગચાળો છે એવામાં સરકારે આ વાયરસથી બચવા માટે સાવચેતી ભર્યા પગલા લેવા તથા દિશાનિર્દેશો (Guidelines) જારી કરેલા છે. જેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ (Social distance) જાળવવા સાથે માસ્ક પહેરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ રોગચાળો હવાથી પણ ફેલાય છે. એવામાં રાજકોટમાં રાત્રે કર્ફ્યુ (Curfew) લાગે તે પહેલા પતિ સાથે બહાર નીકળેલી પત્નીને પતિએ માસ્ક પહેરવા સતત સમજાવી હતી. જો કે પત્ની નહીં માનતા છેવટે પતિએ પત્નીને લાફો મારી દીધો હતો. આ સમગ્ર મામલો થાળે પાડવા માટે પોલીસ ત્વરીત વચ્ચે પડી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં ગઈ રાત્રે ત્રિકોણીય બાગ વિસ્તારમાં પતિ સતત પત્નિીને સમજાવી રહેલો જોવા મળે છે કે તુ માસ્ક પહેરી લે. આ મુદ્દે બંને સતત માથાકૂટ ચાલે છે, જો કે પત્ની માસ્ક પહેરવાનો ઇનકાર કરી દે છે. તે પછી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને લાફો મારી દીધો હતો. જેના કારણે બન્ને વચ્ચે રોડ પર ઝગડો ચાલુ થઈ ગયો હતો. આ તબક્કે પોલીસે વચ્ચે પડીને મહિલાને સમજાવે છે, કે માસ્ક પહેરવું ફરજિયાત (Mandatory wearing of mask) છે, નહીં તો 1000 જેટલો દંડ થઈ શકે છે. આ રીતે મામલો થાળે પાડયો હતો. જો કે મળેલ માહિતી મુજબ પોલીસે તેમણે સમજાવીને જવા દીધા હતા પરંતુ જે રીતે પતિ તેની પત્નીને માસ્ક પહેરવા સમજાવી રહ્યો હતો તે પણ પત્નિ સમજવા તૈયાર ન હતી અને માથાકૂટ કરતાં પતિએ તેની પત્નિને લાફો માર્યો હતો.

જણાવી દઈએ કે આ રોગચાળો ખુબ જ ખતરનાક છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તે માટે સરકાર પણ લોકોના સાવચેતી માટે સતત પગલાઓ ભરી રહી છે એવામાં સરકાર જે રીતે કામે લાગી છે તેને જોતા એક વાત કહી શકાય કે માત્ર જવાબદારી સરકારની જ નહીં પરંતુ નાગરિકોની પણ છે. કારણ કે સરકાર તો તેમની કામગીરી પૂરેપૂરી રીતે નિભાવી રહી છે પરંતુ જો નાગરિકો પણ પોતાની ફરજ નિભાવશે તો આ મહામારીને કંટ્રોલ કરવું સરળ બનશે તેથી માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું એ આપણા, આપણા પરિવાર અને સમાજ માટે એટલું જ મહત્વપૂર્ણ છે.