જાણો કેટલા ટકા લોકોને ‘વર્ક ફ્રોમ હોમ’ કરવું ગમે છે

નવી દિલ્હી : કોરોનાકાળ (Corona Pandemic) માં ઘરેથી કામ કરનારા કર્મચારીઓનો એક સર્વે બહાર આવ્યો છે જેમાં કોરોનાથી સુરક્ષાનાં પગલે કર્મચારીઓ સંસ્થાઓ માટે ઘરેથી કામ કરી રહ્યા હતા તથા કરે છે. ઓફિસો કે સંસ્થાઓમાં કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે તથા કામ શક્ય હોય તેવા કર્મચારીઓ ઘરેથી કામ કરવા લાગ્યા એટલે કે વર્ક ફ્રોમ હોમ (Work from home) આ માટે એક સર્વે પણ કરવામાં આવ્યો છે કે કેટલા ટકા લોકો વર્ક ફ્રોમ હોમ કરવાનું પસંદ કરે છે. આ એક ગ્લોબલ સ્ટડી (Global Study) છે જેમાં આ વાત સામે આવી છે કે ભારતમાં 52 ટકા કર્મચારીઓ (Employees) અને 64 ટકા મેનેજમેન્ટ કક્ષાના અધિકારીઓ (Management level officers) ઘરેથી કામ કરવાની આ પદ્ધતિને પસંદ કરે છે. આ પદ્ધતિ કોરોનાને હરાવવા તથા તેના પર અંકુશ લાવવા માટે સંસ્થાઓ દ્વારા પરવાનગી તથા સુવિધાઓ મળી હતી.

જાણો કેટલા ટકા લોકોને 'વર્ક ફ્રોમ હોમ' કરવું ગમે છે

તે સિવાય કોર્પોરેટ કર્મચારીઓ વચ્ચે ‘દ વર્ક સર્વે’ને 1 થી 10 સપ્ટેમ્બર વચ્ચે ક્લાઉડ આધારિત કાર્ય કરવા વાળી કંપની સર્વિસ નાઉએ કર્યો હતો. જેને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, આયરલેન્ડ, નેધરલેન્ડ, ભારત, જાપાન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 500થી વધુ કંપનીઓનાં 8100 કાર્યાલયનાં પ્રોફેશનલો વચ્ચે કરવામાં આવ્યો હતો તે સિવાય આ કંપનીઓનાં 900 જેટલા ટોચનાં કોર્પોરેટ અધિકારીઓ, સીઈઓ, સીટીઓ, સીએફઓએ પણ ભાગ લીધો હતો. ભારતમાં આ સર્વેક્ષણમાં કાર્યરત, આરોગ્ય, નાણાં સેવાઓ, જાહેર ઉપક્રમે અને દૂરસંચાર ઉદ્યોગના 1000 જેટલા કર્મચારીઓ અને 100 મેનેજમેન્ટ લેવલના મુખ્ય કાર્યકારીઓએ ભાગ લીધો હતો. સંશોધન મુજબ ભારતના લોકોએ આ ડિજિટલ બદલાવને સ્વીકાર્યું છે અને તે હજી દેશમાં છે આને વધારવાની શક્યતા છે.

જાણો કેટલા ટકા લોકોને 'વર્ક ફ્રોમ હોમ' કરવું ગમે છે

સર્વિસ નાઉનાં મેનેજિંગ ડિરેક્ટર (ભારત અને સાર્ક) અરૂણ બાલા સુબ્રહ્મણ્યમે કહ્યું કે, ભારતમાં 74 ટકા અધિકારીઓએ સ્વીકાર્યું કે તેમનું ઓનલાઇન કાર્ય પણ ચાલુ છે. જ્યારે સર્વેક્ષણ કરાયેલા અન્ય દેશો યુ.એસ. માં 89 ટકા, બ્રિટનમાં 98 ટકા અને ઓસ્ટ્રેલિયામાં 98 ટકા છે. આ દેશમાં ડિજિટલ કામગીરીને વધુ સારી રીતે સ્વીકૃતિ બતાવે છે. પરંતુ સાથે તે બતાવે છે કે આ ક્ષેત્રમાં હજી ઘણું કરવાનું બાકી છે.

જાણો કેટલા ટકા લોકોને 'વર્ક ફ્રોમ હોમ' કરવું ગમે છે

કોરોનાકાળ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ કથળાઈ ગઈ એવામાં ધંધા-વ્યાપાર, રોજગાર, શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રો પણ બંધ કરાયા હતા. દેશમાં કોરોનાને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં લાવવાનો નિર્ણય કર્યો હતો જેનાંથી વૈશ્વિક મહામારી કોરોનાને નિયંત્રણમાં લાવી શકાય પરંતુ કોરોનાને નિયંત્રિત (Controlling the corona) કરવું મુશ્કેલ થતુ ગયુ પરંતુ બીજી તરફ દેશ સાથે લોકોને પણ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ સરકારે અનલોકની પ્રક્રિયા શરૂ કરી ફરી વાર અર્થતંત્રને પાટા પર લાવવાનાં પ્રયાસો કર્યા અને ધીરે ધીરે કામ ધંધા-રોજગાર તથા સંસ્થાઓને નિયમો સાથે ખોલવા માટે પરવાનગી આપી અને ફરી વાર જીવન પાટા પર આવ્યુ પરંતુ લોકોનાં જીવન ધોરણમાં પરિવર્તન કરવું પડ્યુ છે.

Related Posts